Site icon Revoi.in

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં પ્રમોશન માટે સર્વિસ રેકોર્ડ સાથે છેડછાડનો કેસ, રક્ષા મંત્રાલયે તપાસના આદેશ આપ્યા

Social Share

નવી દિલ્હી: ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં પ્રમોશન માટે આઇજી સ્તરના અધિકારીઓ તરફથી પોતાના રેકોર્ડ સાથે કોઇ છેડછાડ કરવામાં આવી છે. આ પ્રકારનો છેડછાડનો કેસ સામે આવ્યો છે. સર્વિસ-રેકોર્ડ છેડછાડને જોતા રક્ષા મંત્રાલયે પ્રમોશન-બોર્ડને ભંગ કરવા સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા છે.

ભારતીય કોસ્ટગાર્ડમાં જલ્દી જ આઇજી રેન્કના અધિકારીઓના એડિશન ડીજી રેન્ક માટે બઢતી થવા જઇ રહી હતી. આ માટે એક પ્રમોશન બોર્ડની રચના પણ કરવામાં આવી હતી પરંતુ આ દરમિયાન પ્રમોશન માટે કોસ્ટગાર્ડના અધિકારીઓએ પોતાના સેવા રેકોર્ડમાં છેડછાડ કરી છે જેથી એડિશનલ ડીજી રેન્ક પર તેમનું પ્રમોશન થઇ શકે.

આ એક આંતરિક તપાસ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે અને રક્ષા મંત્રાલયના એક જોઇન્ટ સેક્રેટરી રેન્ક અધિકારી સમગ્ર મામલાની તપાસ કરશે. જો કે આ સમગ્ર મામલે કોસ્ટગાર્ડની તરફથી કોઇ સત્તાકીય જાણકારી સામે નથી આવી.

ભારતીય કોસ્ટગાર્ડ દેશના દરિયાકાંઠા અને દરિયામાં 12 નોટિકલ માઈલ સુધી દરિયાઈ સીમાઓની સુરક્ષામાં તૈનાત છે. આ સિવાય સમુદ્રમાં પ્રદૂષણ કોસ્ટ ગાર્ડ પણ સામે લડવા માટે નોડલ એજન્સી છે. દરિયામાં રાહત અને બચાવ કામગીરી માટે કોસ્ટગાર્ડનું પણ મહત્વનું યોગદાન છે.