Site icon Revoi.in

લખીમપુર ખીરી હિંસા કેસ: હવે સમગ્ર કેસની તપાસ હાઇકોર્ટના પૂર્વ જજ કરશે

Social Share

નવી દિલ્હી: સમગ્ર દેશમાં લખીમપુર ખીરી હિંસા બાબતે ચકચાર મચી ગઇ છે ત્યારે હવે લખીમપુર હિંસાના કેસમાં હવે સરકારે તપાસ માટે એક ઇન્ક્વાયરી કમિશન બનાવ્યું છે. જેના અધ્યક્ષ તરીકે હાઇકોર્ટના પૂર્વ જજ પ્રદીપ કુમાર શ્રીવાસ્તવની નિમણૂંક કરવામાં આવી છે.

જો કે અહીંયા રસપ્રદ વાત એ છે કે આ કમિશન માત્ર એક જ સભ્યનું બનેલું હશે અને આ માટે સરકારે નોટિફિકેશન બહાર પાડીને કહ્યું છે કે. રાજ્યપાલનું માનવું છે કે, આ મામલામાં જે પરિસ્થિતિઓ સર્જાઇ છે તેને જોતા તપાસ કરવી જરૂરી બની જાય છે. આ કમિશન બે મહિનામાં તપાસ પૂરી કરશે. આ દરમિયાન જરૂર લાગશે તો તેના સમયગાળામાં ફેરફાર કરવામાં આવશે.

આ વચ્ચે આ ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં થાર જીપ ખેડૂતોને કચતી નાંખતી નજરે પડી રહી છે. ખેડૂતો હાથમાં કાળા ઝંડા સાથે કૂચ કરી રહ્યા છે અને આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવતી થાર ગાડી ખેડૂતોને કચડીને તેમના પરથી પસાર થતી દેખાય છે.