સ્વાસ્થ્ય મંત્રાલયની જાહેરાત, હવે કોવિશિલ્ડના બન્ને ડોઝ વચ્ચે 12-16 સપ્તાહનું અંતર રહેશે
- સરકારે સરકારી સમૂહ NGAGIAએની ભલામણ સ્વીકારી
- હવે કોવિશિલ્ડ વેક્સીનના બે ડોઝ વચ્ચેનું અંતર વધારીને 12 થી 16 સપ્તાહ કરાયું
- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાહેરાત કરી છે
નવી દિલ્હી: સરકારી સમૂહ NGAGIAએ સરકારે કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેના અંતરને વધારવા કરેલી ભલામણને અંતે સરકારે સ્વીકારી લીધી છે. હવે કોવિશિલ્ડ વેક્સીનના બે ડોઝ વચ્ચેનું અંતર વધારીને 12 થી 16 સપ્તાહ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાહેરાત કરી છે. અત્યારસુધી કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચે 6-8 સપ્તાહનું અંતર રાખવામાં આવતું હતું.
આપને જણાવી દઇએ કે બ્રિટનથી મળેલા પૂરાવાના આધાર પર કોવિડ-19 વર્કિંગ ગ્રૂપે કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેના અંતરને વધારવાની ભલામણ કરી હતી.
Gap between 2 doses of #CovishieldVaccine has been increased to 12-16 weeks from 6-8 weeks currently.
Decision has been taken based on recommendations given by COVID working group after analysing emerging evidence.@PMOIndia @MoHFW_INDIA #Unite2FightCorona pic.twitter.com/kRbbjxGKSJ
— Dr Harsh Vardhan (@drharshvardhan) May 13, 2021
સમગ્ર ભારત અત્યારે કોરોના સામેની જંગ બે વેક્સીન કોવિશિલ્ડ અને કોવેક્સીનની મદદથી લડી રહ્યું છે. હવે સરકારે રશિયાની વેક્સિન સ્પૂતનિક-5ને પણ ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. આગામી સપ્તાહથી આ રસી પણ માર્કેટમાં ઉપલબ્ધ થવાની છે.
નોંધનીય છે કે દેશમાં અત્યારસુધીમાં અંદાજે 18 કરોડ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. ભારત કોરોના રસીના મામલામાં ત્રીજા ક્રમાંકે છે. સૌથી વધુ અમેરિકામાં 26 કરોડ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
(સંકેત)