Site icon Revoi.in

દેશમાં પ્લેનની મુસાફરી હવે વધુ મોંઘી થઇ, મિનિમમ ભાડામાં 5 ટકાનો વધારો

Social Share

નવી દિલ્હી: પ્લેનમાં મુસાફરી કરવાનું હવે વધુ મોંઘું થશે. સરકારે ડોમેસ્ટિક એર ફેરની લોઅર લિમિટ 5 ટકા વધારવાનો નિર્ણય કર્યો છે તેનું કારણ એવિએશન ટર્બાઇન ફ્યૂલ એટલે કે એટીએફની વધતી કિંમતો છે. સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ આપી છે. આ પહેલા ફેબ્રુઆરીમાં સરકારે પ્લેનની ટિકિટોની કિંમતને વધારવાનો નિર્ણય લીધો હતો. એ સમયે મિનિમમ ભાડામાં 10 ટકાનો વધારો તેમજ મેક્સિમમ ભાડામાં 30 ટકાનો વધારો કરાયો હતો.

આ અંગે હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે, પ્લેનની ટિકિટો માટે સેટ કરાયેલી લોઅર અને અપર લિમિટ એપ્રિલ અંત સુધી લાગૂ રહેશે. સાથે જ એમ પણ કહ્યું છે કે, પ્લેનની ટિકિટોના દરની અપર લિમિટ વર્તમાન તરત પર જ રહેશે. સરકારે મે 2020માં ડોમેસ્ટિક એર ટ્રાવેલના ભાડ માટે લોઅર અને અપર લિમિટેને સેટ કરાઇ હતી.

એર ટિકિટ પર લોઅર તેમજ અપર લિમિટ સેટ કરાઇ હતી અને તેને 7 શ્રેણીમાં વહેંચવામાં આવી હતી. આ કેટેગરી ફ્લાઇટની ડ્યુરેશનના આધાર પર નક્કી કરવામાં આવી હતી. પહેલી કેટેગરી 40 મિનિટથી ઓછા ડ્યુરેશનના એર ટ્રાવેલની, બીજી કેટેગરી 40-60 મિનિટની મુસાફરી, ત્રીજી કેટેગરી 60-90 મિનિટની મુસાફરી, છઠ્ઠી કેટેગરી 150-180 મિનિટની મુસાફરી અને સાતમી કેટેગરી 180-210 મિનિટની મુસાફરીની છે.

હવે વધારા બાદ 40 મિનિટથી ઓછા અંતરની ફ્લાઈટ માટે એર ફેરની લોઅર લિમિટ 2310 રૂપિયા હશે, તો 180-210 મિનિટના ડ્યુરેશનવાળા સૌથી ઉચ્ચ બેન્ડ માટે એર ફેરની લોઅર લિમિટ 760 રૂપિયા હશે.

મંત્રીએ 100 ટકા ક્ષમતા સાથે એરલાઈનના સંચાલનને લઈને કહ્યું કે, જો રોજના આધાર પર પેસેન્જરની સંખ્યા 35 લાખ ક્રોસ કરી જાય છે, તો એરલાઈનને 100 ટકા ક્ષમતા સાથે ઓપરેશનની મંજૂરી મળી જશે.

(સંકેત)