Site icon Revoi.in

કોરોનાથી સુરક્ષિત રહેવા ડબલ માસ્ક જરૂરી, સરકારે ડબલ માસ્કને લઇને ગાઇડલાઇન બહાર પાડી

Social Share

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ બેકાબૂ બન્યું છે. અનેક રાજ્યોએ કોરોનાને રોકવા માટે લોકડાઉનનો સહારો લીધો છે. કોરોનાને અંકુશમાં રાખવા અને તેનાથી સુરક્ષિત રહેવા માટે માસ્ક કારગર પૂરવાર થાય છે. માસ્કને લઇને અમેરિકામાં એક રિસર્ચ થયું હતું, જે અનુસાર ડબલ માસ્ક પહેરવાથી કોરોના વાયરસને ફેલાવાથી 95 ટકા સુધી રોકી શકાતું હોવાનું તારણ સામે આવ્યું હતું. હાલ જે સ્થિતિ છે તેમાં જો પ્રત્યેક વ્યક્તિ ડબલ માસ્કનું મહત્વ સમજીને તેનો અમલ કરે તો સ્થિતિ ઝડપથી સુધરી શકે. સરકારે ડબલ માસ્કને લઇને ગાઇડલાઇન બહાર પાડી છે.

શું કરવું

માસ્ક ડબલ સર્જિકલ હોવું જોઇએ. ડબલ અથવા ત્રિપલ લેયર ક્લોથ માસ્ક પણ સારું છે

માસ્ક નાકને બરોબર ઢાંકે તે રીતે પહેરવું જોઇએ

માસ્ક પહેર્યા બાદ શ્વાસોચ્છવાસમાં તકલીફ ના પડે તેનું ધ્યાન રાખવું આવશ્યક છે

શું ના કરવું જોઇએ

ડબલ માસ્ક પહેરવા જોઇએ, પરંતુ એક જ પ્રકારના બે માસ્ક સાથે ના પહેરવા જોઇએ

સતત બે દિવસ સુધી કોઇ એક જ માસ્ક ના પહેરો

કોટન માસ્કને સતત સ્વચ્છ રાખવું જોઇએ અને લાંબા સમય સુધી ના પહેરવું જોઇએ

સીડીસી દ્વારા કરવામાં આવેલા અભ્યાસ અનુસાર, કોવિડ-19થી બચવા ડબલ માસ્ક વધારે સુરક્ષિત છે. અમેરિકન સેન્ટર ઑફ ડિસીઝ એન્ડ પ્રિવેંશન મુજબ કોરોના વાયરસથી બચવા માટે ડબલ માસ્ક પહેરવું અનિવાર્ય છે.

(સંકેત)