1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જૂના વાહનોથી થતું પ્રદૂષણ અટકાવવા સરકાર લાદી શકે છે ગ્રીન સેસ
જૂના વાહનોથી થતું પ્રદૂષણ અટકાવવા સરકાર લાદી શકે છે ગ્રીન સેસ

જૂના વાહનોથી થતું પ્રદૂષણ અટકાવવા સરકાર લાદી શકે છે ગ્રીન સેસ

0
Social Share
  • દેશમાં જૂના વાહનથી થતું પ્રદૂષણ અટકાવવા સરકાર લાદી શકે છે ગ્રીન સેસ
  • 8 વર્ષથી જૂના વાહનો પર સરકારની ગ્રીન સેસ લાદવાની વિચારણા
  • આ માટેનો પ્રસ્તાવ દેશના દરેક રાજ્યોને મોકલવામાં આવ્યો

નવી દિલ્હી: દેશમાં વાહનો સતત વધી રહ્યા છે ત્યારે 8 વર્ષથી જૂની ગાડીઓ પર કેન્દ્ર સરકાર રોડ ટેક્સના 8 થી 25 ટકા સુધી ગ્રીન સેસ નાખવાનું આયોજન કરી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ બાબતે મંજૂરી આપી દીધી હોવાનું જણાવ્યું છે.

દેશમાં વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું છે અને પર્યાવરણને નુકસાન થઇ રહ્યું છે ત્યારે આ પરિસ્થિતિને સુધારવા માટે અને 8 વર્ષથી જૂના વાહનોના માધ્યમથી થતું પ્રદૂષણ અટકાવવા માટે ગ્રીન સેસ નાખવાનો વિચાર કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ દેશના દરેક રાજ્યોને મોકલી આપવામાં આવ્યો છે. રાજ્યો દ્વારા આ અંગે તેમના મંતવ્યો રજૂ કરવામાં આવે તે પછી આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે.

ખાસ કરીને કોમર્શિયલ વાહનો પર આ ટેક્સનો મોટો બોજો આવવાની સંભાવના રહેલી છે. કોર્મશિયલ વેહિકલ માટે દર વર્ષે ફિટનેસ સર્ટિફિકેટ લેવાનું બંધન છે. ખાનગી વાહનોએ 15 વર્ષે ફિટનેસ સર્ટિફિકેટ લેવું પડે છે.

આર.ટી.ઓ. દ્વારા ટેક્સ પેટે વાહનની બેઝિક પ્રાઇઝના 6 ટકા ટેક્સ તરીકે લેવામાં આવે છે. આ ટેક્સની રકમના 8 ટકાથી માંડીને 25 ટકા સુધી ગ્રીન સેસ લેવાની થશે.

ઉદાહરણ આપીને વાત કરવામાં આવે તો કોમર્શિયલ વેહિકલ નવું હોય તો તેનું ફિટનેસ સર્ટિફિકેટ બે વર્ષ બાદ લેવું પડે છે. આ સંજોગોમાં એક વર્ષ પછી કોઈ જ ગ્રીન સેસ લાગશે નહિ. પરંતુ બીજા વર્ષે તે ફિટનેસ સર્ટિફિકેટ લેવા જાય તો તેવા સંજોગોમાં તેમે ફિટનેસ સર્ટિફિકેટના 600થી 800 ઉપરાંત રોડ ટેક્સની રકમના 8થી 25 ટકા રકમ જમા કરાવવી પડશે.

રોડ ટેક્સ વાહનની બેઝિક કિંમતના 6 ટકા થાય છે.  જોકે ખાનગી વાહનો પાસેથી રોડ  ટેક્સ લઈ લીધા બાદ તેમણે તેમના વાહનનું ફિટનેસ રિન્યુ કરાવવા માટે 15 વર્ષે જ જવાનું થાય છે. આ સંજોગોમાં ખાનગી વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ સાથે તેમની પાસેથી કઈ રીતે ગ્રીન સેસ લેવામાં આવશે તે સ્પષ્ટ નથી.

જોકે કેન્દ્ર સરકારનો આ નિર્ણય આવે તો તેવા સંજોગોમાં જૂના વાહનોનું માર્કેટ તૂટી જવાની સંભાવના રહેલી છે. આ વર્ષથી જૂના વાહનોના લેવાલ ઘટી જવાની શક્યતા છે. બીજી તરફ ત્રણેક વર્ષ જૂના વાહનોના વેલ્યુમાં વધારો પણ આવી શકે છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code