Site icon Revoi.in

કોવિશિલ્ડ વેક્સીનના બે ડોઝ વચ્ચે 12-16 સપ્તાહનું અંતર રાખવાની NITAG પેનલની ભલામણ

Social Share

નવી દિલ્હી: કોરોના વાયરસ વિરુદ્વની લડતમાં અત્યારે વેક્સીનને સૌથી અસરકારક માધ્યમ માનવામાં આવી રહ્યું છે અને હાલમાં દેશમાં 18 થી વધુ વર્ષની વયના લોકોને રસી મૂકવામાં આવી રહી છે. આ વચ્ચે National Immunization Technical Advisory Group (NITAG) એ રસીકરણ અંગે અનેક ભલામણો કરી છે. તેમાં ખાસ કરીને કોવિશિલ્ડ વેક્સીનના બે ડોઝ વચ્ચેના અંતરને લઇને વાત કરાઇ છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, સરકારની આ પેનલે સૂચન કર્યું છે કે, કોવિશિલ્ડ વેક્સીનના બે ડોઝ વચ્ચે 12 થી 16 સપ્તાહનું અંતર હોવું જોઇએ. આ અગાઉ આ અંતર 6થી 8 સપ્તાહ સુધી રાખવાની વાત કરાઇ હતી. કેન્દ્ર સરકારે પણ માર્ચમાં કોવિશિલ્ડ વેક્સીનના પહેલા અને બીજા ડોઝ વચ્ચે 6-8 સપ્તાહના અંતરની વાત કરી હતી.

તે ઉપરાંત જે લોકો કોવિડ-19માંથી રિકવર થઇ ચૂક્યા છે અને તપાસમાં તેમના સાર્સ સીઓવી-2થી સંક્રમિત થવાની પુષ્ટિ થઇ છે તે લોકોએ રિકવર થયા બાદ 6 મહિના સુધી રસી ના લેવી જોઇએ.

સરકારી પેનલ અનુસાર ગર્ભવતી મહિલાઓને કોરોનાની વેક્સીનનો કોઇ વિકલ્પ આપી શકાય છે. તે ઉપરાંત સ્તનપાન કરાવતી મહિલાઓ બાળકોને જન્મ આપ્યા બાદ કોઇપણ સમયે રસી લઇ શકે છે.

(સંકેત)