Site icon Revoi.in

દેશમાં રસીની અછતને પહોંચી વળવા માટે સરકાર રસીની મોટા પાયે કરશે આયાત

Social Share

નવી દિલ્હી: સમગ્ર દેશમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન વચ્ચે હવે અનેક રાજ્યોમાં કોરોના વેક્સિનની મોટા પાયે અછત જોવા મળી રહી છે. અનેક રાજ્યો કોરોના રસીની અછતની ફરિયાદ કરી રહ્યા છે ત્યારે હવે કેન્દ્ર સરકાર અમેરિકાની ફાઇઝર સહિતની વિદેશી રસીઓની આયાતની યોજના બનાવી રહી છે. આ માટે કેટલાક નિયમોને પણ હળવા કરાયા છે. સરકાર ફાઇઝર, જે એન્ડ જે તેમજ મોડર્ના રસીની આયાત અંગે વિચારણા કરી રહી છે.

અમે ગત વર્ષના મધ્યમાં જ ફાઇઝર, મોડર્ના તેમજ જે એન્ડ જે રસીની આયાત અંગેના પ્રયાસો કરી રહ્યાં હતા અને તેને બને તેટલી વહેલી તકે ભારત લાવવા માટે સરકાર પ્રયાસરત છે.

મીથ એન્ડ ફેક્ટ્સ ઓન ઇન્ડિયાસ વેક્સિનેશન પ્રોસેસ નામના ટાઇટલ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં સરકારે કહ્યું હતું કે વિદેશથી રસીની આયાત કરવી એટલી સરળ નથી હોતી.

સરકારે વેક્સિનની આયાત અંગે ઉમેર્યું હતું કે, ભારત સરકારે USFDA, EMA, UK MHRA અને જાપાનના PMDA તેમજ WHOની ઇમરજન્સી યૂઝ લિસ્ટિંગ દ્વારા માન્ય રસીની ભારતમાં આયાત માટે એપ્રિલ મહિનામાં જ નિયમોને હળવા કરી દીધા છે. આ રસીની ટ્રાયલની પણ જરૂર નહીં રહે.

ટ્રાયલ માટે જે જોગવાઇ કરવામાં આવી હતી તેમાં સુધારા કરી દેવામાં આવ્યા છે. તેથી વિદેશથી આવનારી રસીને ટ્રાયલ વગર જ સીધા જ ઉપયોગમાં લઇ શકાશે.