Site icon Revoi.in

કોરોના સંક્રમણને કાબૂમાં લેવા સરકાર લોકડાઉન અંગે વિચાર કરે – સુપ્રીમ કોર્ટ

Social Share

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેર અનિયંત્રિત બની રહી છે ત્યારે હવે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોને લોકડાઉન અંગે વિચારણા કરવાનું સૂચન કર્યું છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અમે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના સામૂહિક સમારોહ અને સુપર સ્પ્રેડર કાર્યક્રમો પર રોક લગાવવાનો વિચાર કરવા આગ્રહ કરી રહ્યા છીએ. તેઓ લોક કલ્યાણના હિતમાં અન્ય લહેરના વાયરસ પર અંકુશ મેળવવા માટે લોકડાઉન કરવાનો વિચાર કરી શકે છે.

કોરોના વાયરસની બીજી લહેરની સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખતા સુપ્રીમ કોર્ટે આ કેસમાં કોઇપણ દર્દીની પાસે કોઇ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશનું સ્થાનિક પ્રમાણપત્ર કે આઇડી પ્રૂફ ના હોય તો પણ તેને હોસ્પિટલમાં દાખલ કરવા અને જરૂરી દવા આપવાનો આદેશ આપ્યા છે. કોઇપણ હોસ્પિટલ દર્દીને આ સુવિધાઓની મનાઇ કરી શકશે નહીં.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકાર આ સંદર્ભમાં 2 સપ્તાહમાં હોસ્પિટલમાં દાખલ થવા સંબંધિત રાષ્ટ્રીય નીતિ લાવે. આ નીતિ તમામ રાજ્ય સરકારની તરફથી માનવામાં આવશે. જ્યાં સુધી નીતિ તૈયાર નથી ત્યાં સુધી કોઇપણ દર્દીને સ્થાનિક પ્રૂફ વિના પણ હોસ્પિટલમાં દાખલ થવાથી રોકી શકાશે નહીં.

(સંકેત)