Site icon Revoi.in

પ્રાઇવેટ કંપનીઓ સાથે વાહન ડેટા શેર કરી સરકારને 100 કરોડની કમાણી થઇ: નીતિન ગડકરી

Social Share

નવી દિલ્હી: ભારત સરકારે વાહન અને સારથીના ડેટાબેઝને પ્રાઇવેટ કંપનીઓ સાથે શેર કર્યા છે. સરકારે આ કામગીરીથી 100 કરોડ રૂપિયાની કમાણી કરી છે. કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં આ જાણકારી આપી છે. કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા વાહન અને સારથીના ડેટાબેઝને શેર કરીને 1,11,38,79,757 રૂપિયાની રકમ એકત્રીત કરી છે.

કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું કે, આ ડેટાબેઝને ગૃહ મંત્રાલય, કાયદો લાગુ કરનારી એજન્સીઓ, ઇન્શ્યોરન્સ કંપનીઓ સાથે સાથે ઓટો કંપનીઓ સાથે શેર કર્યા છે. એવી 170 કંપનીઓ અને સંસ્થાઓ છે જેમની સાથે વાહન માલિકોનો ડેટા શેર કરવામાં આવ્યો છે. જેમાં BMW, એક્સિસ બેંક, બજાર આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ, એલએન્ડટી ફાઇનાન્શિયલ સર્વિસ, મર્સિડિઝ બેન્ઝ જેવી કંપનીઓ છે.

માર્ગ પરિવહન મંત્રાલયે 2019માં જાહેર કરેલી બલ્ક ડેટા શેરિંગ પોલિસીને ખતમ કરી દીધી છે. જેમાં દેશમાં ડ્રાઈવિંગ લાઈસન્સ અને રજિસ્ટર્ડ વાહનોની ડિટેલ શામેલ છે. મંત્રાલયે 2020માં પર્સનલ ડેટા અને પ્રાઈવસીની ચિંતાઓના સંભવિત દુરુપયોગનો ઉલ્લેખ આપતા આ પોલિસીને નજરઅંદાજ કરી દીધી હતી. વાહન અને સારથી ડેટાબેસને પ્રાઈવેટ કંપનીઓ સાથે શરે કર્યા છે. તેમાં દેશમાં રજિસ્ટર થયેલા વાહનો અને ડ્રાઈવિંગ લાઈસન્સની વિસ્તૃત જાણકારી છે.

શું સરકાર પ્રાઈવેટ કંપનીઓ પાસેથી આ ડેટા ડિલીટ કરાવી શકે છે કે નહીં, તેમ પૂછવા પર નીતિન ગડકરીએ કહ્યું કે, આવો કોઈ પ્રસ્તાવ હજુ વિચારમાં નછી. બલ્ક ડેટા શેરિંગ પોલિસી અંતર્ગત સંસ્થા કોઈપણ કેલેન્ડર વર્।માં કોઈપણ સમયે આ પ્રકારના ડેટા ખરીદી શકે છે.

(સંકેત)