Site icon Revoi.in

કૃષિ મંત્રીનું નિવેદન, કહ્યું – આ મુદ્દા સિવાય કોઇપણ પ્રસ્તાવ પર વિચારવા સરકાર તૈયાર

Social Share

નવી દિલ્હી: નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠનો સતત આંદોલન કરી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે યોજાનારી આગામી બેઠક પૂર્વે બાબા લક્ખા સિંહે મધ્યસ્થા અંગે રજૂઆત કરતા કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે મુલાકાત કરી હતી.

આ બેઠક દરમિયાન તોમરે કહ્યું કે અમે દસ પગલા આગળ વધ્યાં. ખેડૂત સંગઠનોએ આગળ આવવું જોઇએ. ખેડૂત જો કૃષિ કાયદાઓને રદ્દ કરવાની વાત છોડી દઇને બીજો કોઇ પ્રસ્તાવ આપે, જેના ઉપર સરકાર વિચાર કરશે. જ્યાં બાબા લક્ખાએ કહ્યું કે, અમે નવો પ્રસ્તાવ લઇને આવીશું અને આ મુદ્દા પર જલ્દી સમાધાન થાય તે જરૂરી છે.

બાબા લક્ખા સાથે મુલાકાત બાદ તેજ થયેલી કવાયત વચ્ચે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતો અને સરકાર વચ્ચે યોજાનારી આજની બેઠકના પરિણામને લઇને કંઇ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

તોમરે કહ્યું કે વિજ્ઞાન ભવનમાં બપોરે બે વાગે આંદોલન કરી રહેલા 40 ખેડૂત સંગઠનો સાથેની વાતચીમાં  શું સામે આવશે, કંઇ કહી ન શકાય. તોમરે બાબા લક્ખાને કોઇપણ પ્રકારનો પ્રસ્તાવ આપવા અંગે જણાવવા માટે પણ ઇન્કાર કરતા કહ્યું કે હું હાલમાં કાંઇ કહી શકું નહી. વાસ્તવમાં આ બેઠકમાં થનાર ચર્ચાના મુદ્દાઓ પર નિર્ભર કરશે.

જ્યારે તોમરને પૂછવામાં આવ્યું કે બાાબ લક્ખાની સાથે કોઇ પ્રસ્તાવ પર ચર્ચા થઇ તો તેઓએ કહ્યું, સરકારે કોઇ પ્રસ્તાવ આપ્યો નથી. કૃષિ મંત્રીને પૂછવામાં આવ્યું કે શું સરકારની પાસે એવો કોઇ પ્રસ્તાવ છે, જેમાં રાજ્ય સરકારને નવા કૃષિ કાયદાઓલાગુ કરવાની આઝાદી આપી રાખી હોય. તેના પર પણ કૃષિ મંત્રીએ જવાબ આપવાનું ટાળ્યું હતું.

તોમરે કહ્યું કે  અમે બાબા લક્ખા સાથે વાતચીત કરી. જે પણ મળવા અંગે કહેશે, તો હું ચોક્કસ મળીશ, પછી તે ખેડૂત હોય કે નેતા હોય. જ્યારે કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીએ કહ્યું કે નવા કૃષિ કાયદાઓથી ખેડૂતોને આઝાદી મળી છે અને સરકારને આશા છે કે ઝડપથી ચાલી રહ્યો ગતિરોધ દૂર થશે.

જ્યારે કૃષિમંત્રી તોમર સિંહ સાથેની મુલાકાત બાદ લક્ખા સિંહે કહ્યું, લોકોના જીવ જઇ રહ્યાં છે. બાળકો, ખેડૂત, વૃદ્ધ મહિલા અને પુરુષ રોડ પર છે. ઘણુ દુઃખ થઇ રહ્યું છે. મે વિચાર્યું કે આ સમસ્યાનું સમાધાન થવું જોઇએ, જેના માટે કૃષિમંત્રી તોમર સિંહ સાથે મુલાકાત કરી. વાતચીત સારી રહી અને અમે સમાધાન નિકાળવાનો પ્રયત્ન કર્યો.

(સંકેત)