Site icon Revoi.in

ટ્વિટરે Grievance Redressal Officerની નિયુક્તિ માટે હાઇકોર્ટ પાસે 8 સપ્તાહનો સમય માંગ્યો

Social Share

નવી દિલ્હી: ટ્વિટરમાં ગ્રીવાન્સ રિડ્રેસલ ઑફિસરની નિયુક્તિ માટે ઓછામાં ઓછા 8 સપ્તાહ થશે તેવું માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરે દિલ્હી હાઇકોર્ટેને સૂચિત કર્યું છે.

એક એફિડેવિટમાં ટ્વિટરે હાઇકોર્ટને જણાવ્યું છે કે, કંપની ભારતમાં Liaison Office પણ બનાવી રહી છે. જે કંપનીનું કાયમી ફિઝિકલ કોન્ટેક્ટ એડ્રેસ રહેશે. નવા આઇટી નિયમો હેઠળ કંપની 11 જુલાઇ સુધીમાં પોતાનો પહેલો કમ્પ્લાયન્સ રિપોર્ટ રજૂ કરશે.

ટ્વિટર ઈંક ઈન્ડિયા યૂનિટે કોર્ટમાં કહ્યું છે કે તેમણે એક વચગાળાના ચીફ કમ્પ્લાયન્સ ઓફિસરને એપોઈન્ટ કર્યા છે અને આ સિવાય જલદી કંપની બે અન્ય એક્ઝિક્યૂટિવને પણ થોડા સમય માટે નિયુક્ત કરશે જેથી કરીને દેશના નવા આઈટી નિયમોનું પાલન થાય. આ સાથે ટ્વટિરે જણાવ્યું કે કંપનીએ 3 પદો માટે જોબ ઓપનિંગ પોસ્ટ કરી છે.

એક કેસ એવો હતો કે યૂઝરે કહ્યું હતું કે તે કેટલીક અપમાનજનક ટ્વીટ્સને લઇને ફરિયાદ નોંધાવવા માંગે છે. આ કેસમાં ટ્વિટરે આ જવાબ આપ્યો છે. આ મામલે એવું પણ કહેવાયું કે કંપની નવા IT નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે.