- ગુજરાત થયું ગૌરવાન્તિત
- શિવરાજપુરને સતત બીજા વર્ષે બ્લૂય ફ્લેગ સર્ટિફિકેટ અપાયું
- આ સર્ટિફિકેટ બાદ બીચના વિકાસને મળશે વેગ
નવી દિલ્હી: દેવભૂમિ દ્વારકા સ્થિત શિવરાજપુર બીચ ધીરે ધીરે વિશ્વ ફલક પર નામના મેળવી રહ્યો છે અને સતત વિકસિત થઇ રહ્યો છે. હવે બીચને વધુ એક આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત થઇ છે. શિવરાજપુર બીચને બીજા વર્ષે બ્લ્યૂ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું છે. ગુજરાતના મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે ફ્લેગ ફરકાવાયો હતો. બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું છે. આ સર્ટિફિકેટ બાદ વિકાસને વધુ વેગ મળશે.
સતત બીજા વર્ષે શિવરાજપુર બીચને બ્લ્યૂ ફ્લેગ સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે. વર્ષ 2021-22 માટે બ્લ્યુ ફ્લેગ સર્ટિફિકેટ મળતા આંતરરાષ્ટ્રીય સ્તરે શિવરાજપુર બીચને સ્થાન મળતા હવે વધુ વિકાસને વેગ મળશે.
ગુજરાત સરકાર દ્વારા શિવરાજપુર બીચને લઇને સતત વિકાસ માટેના કાર્યો કરાઇ રહ્યા છે. તેનાથી આસપાસના લોકોને પણ રોજગારી પ્રાપ્ત થશે. આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને ફાયદો થશે. શિવરાજપૂર બીચના વિકાસથી પ્રવાસનને પણ વેગ મળશે. શિવરાજપુર બીચ પર મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે ફ્લેગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.
અહીંયા જાણવાલાયક બાબત એ છે કે બ્લ્યુ ફ્લેગ સર્ટિફિકેટ માટે 33 જેટલા નિયમોનું પાલન કરવાનું અનિવાર્ય બને છે અને આ તમામ નિયમોનું પાલન થાય ત્યારે જ બ્લ્યુ ફ્લેગ સર્ટિફિકેટ મળે છે.