- વર્ષ 2020માં અકસ્માતમાં કેટલા મોત થયા
- વર્ષ 2020માં એક્સપ્રેસ વે પર 1.16 લાખ અકસ્માત થયા
- આ અકસ્માતમાં 47,94 લોકોનાં થયા મોત
નવી દિલ્હી: ભારતમાં દર વર્ષે લોકોની બેદરકારી, શિસ્ત વગરના ડ્રાઇવિગને કારણે અનેક લોકોના અકસ્માત થાય છે અને અનેક લોકો મોતને ભેટે છે. વર્ષ 2020માં એક્સપ્રેસ વે સહિતના નેશનલ હાઇ વે પર કુલ 1,16,496 અકસ્માત થયા હતા. જેમાં 47,984 લોકોનાં મોત થયા હતાં. કેન્દ્ર સરકારે એક નિવેદનમાં આ જાણકારી આપી છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જાણકારી આપી હતી કે, વર્ષ 2019માં એક્સપ્રેસ વે સહિતના નેશનલ હાઇ વે પર કુલ 1,37,191 અકસ્માત થયા હતાં જેમાં 53,872 લોકોનાં મોત નિપજ્યા હતા.
તેઓએ જણાવ્યું કે, વાહનચાલોકની સુરક્ષા વધારવા અને સિક્યુરિટીના હેતુ માટે સર્વેલન્સ નેટવર્કમાં સુધારો કરવા માટે ઇન્સિડન્સ ડિટેકશન સ્માર્ટ કેમેરા, ઇમરજન્સી ટેલિફોન બોક્સ, સીસીટીવી કેમેરા દાખલ કરવા માટે કન્સેશન એગ્રીમેન્ટ રિવાઇઝ કરવામાં આવ્યું છે.
દિન પ્રતિદિન વધી રહેલા અકસ્માતો વચ્ચે અકસ્માતના કિસ્સામાં વાહનચાલકોને ત્વરિત સારવાર અને મદદ મળી રહે તે હેતુસર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. જે હેઠળ નેશનલ હાઇવે પર હોસ્પિટલ અને હેલિપેડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં નેશનલ હાઇવે પરની ખાનગી સંપત્તિઓની સમીક્ષા માટે કુલ 1640ની મંજૂરી આપવામાં આવી છે.