Site icon Revoi.in

કોરોના વેક્સિનેશન: જાણો વેક્સિન મૂકાવતા પહેલા અને પછી શું કાળજી લેવી જોઇએ

Social Share

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરથી તાંડવ મચ્યું છે અને આ વચ્ચે સમગ્ર દેશમાં લોકોને સુરક્ષિત કરવા માટે વેક્સિનેશન ડ્રાઇવને વધુ વેગવાન બનાવવામાં આવી છે. જો કે વેક્સિનની આડઅસરને લઇને હજુ લોકોના મનમાં આશંકા અને મતમતાંતર જોવા મળી રહ્યા છે અને લોકો હજુ પણ રસી લેવાથી ડરી રહ્યા છે. આ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે વેક્સિન લગાવતા પહેલા અને પછી શું કરવું જોઇએ તેને લઇને માર્ગદર્શિકા જારી કરી છે.

વેક્સિન લેનારને એલર્જી અંગે પૂછવું આવશ્યક

સ્વાસ્થ્ય મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર કોવિડ-19ની વેક્સિન લગાવનાર વ્યક્તિને પૂછવું આવશ્યક છે કે શું તેને ક્યારેય કોઇ વેક્સિનથી એલર્જી કે રિએક્શન થયું છે. જો તેમ થયું હોય તો એલર્જી નિષ્ણાંત પાસે મોકલવા જોઇએ. નિષ્ણાત સૂચન આપે ત્યારબાદ આગળ વધવું હિતાવહ છે.

વેક્સિન લગાવ્યા બાદ કેટલીક આડ અસર જોવા મળે છે, જેનો અર્થ છે કે વેક્સિન કામ કરી રહી છે. આ સાઇડ ઇફેક્ટમાં હાથમાં દુખાવો, હળવો તાવ, થાક, માથામાં દુખાવો, માંસપેસિઓ કે સાંધામાં દુખાવો સામેલ છે.

વેક્સિનેશન દરમિયાન કેટલીક સ્વાસ્થ્ય સ્થિતિ જેમ કે પ્રેગનન્સી, કોમ્પ્રોમાઇઝ ઇમ્યૂન સિસ્ટમ અને વૃદ્વિ વ્યક્તિઓમાં કોઇ ગંભીર બીમારી છે કે નહીં તેનું આકલન કરવું જોઇએ. આ લોકો માટે રસીકરણ યોગ્ય છે પરંતુ તેમને જાણકારી અને સલાહ આપવી આવશ્યક છે.

સ્વાસ્થ્ય સ્થિતિનું આકલન તેમજ આડઅસરની જાણકારી આપ્યા બાદ વેક્સિન લગાવી શકાય છે.

વેક્સિન લીધા બાદ વ્યક્તિનું 15 મિનિટ સુધી નિરીક્ષણ કરવું આવશ્યક છે. પહેલા ક્યારેય વેક્સિનથી એલર્જી વાળા વ્યક્તિનું રસી લગાવ્યા બાદ 30 મિનિટ સુધી નિરીક્ષણ કરવું આવશ્યક છે. આ સિવાય વ્યક્તિને જાણકારી આપવી જોઇએ કે આગળ આડઅસર થવા પર તે ક્યાં રિપોર્ટ કરે.

વેક્સિન લગાવ્યા બાદ જો કોઇ વ્યક્તિને અચાનક જ કોઇ અણધાર્યું રિએક્શન કે એલર્જી થાય તો મેડિકલ સુપરવાઇઝરને બોલાવવા આવશ્યક છે.

(સંકેત)