Site icon Revoi.in

સામાન્ય માણસની તુલનાએ હેલ્થ વર્કર્સને 3 ગણી વધારે ઝડપે લાગી શકે છે કોરોનાનો ચેપ

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારીનો પ્રકોપ સમગ્ર વિશ્વમાં વર્તાઇ રહ્યો છે. વિશ્વના મોટા ભાગના દેશો તેની લપેટમાં આવી ચૂક્યા છે. આ સંકટકાળમાં પણ ડોક્ટરો અને આરોગ્ય કર્મીઓના પોતાના જીવનની પરવા કર્યા વગર વિશ્વને આ મહામારીમાંથી બહાર લાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. કોરોના સાથેની જંગ દરમિયાન અનેક ડૉક્ટરો સંક્રમિત થયા અને જીવ પણ ગુમાવ્યા હોવાના કિસ્સા સામે આવ્યા છે.

આ વચ્ચે તાજેતરમાં થયેલા એક સંશોધનમાં ખુલાસો થયો છે કે, સામાન્ય માણસોની તુલનાએ હેલ્થ વર્કર્સને કોરોના મહામારી દરમિયાન સંક્રમિત થવાનો ખતરો 3 ગણો વધારે હોય છે. લગભગ દર પાંચમાંથી એક હેલ્થ વર્કર કોઇપણ લક્ષણ વગર અજાણ હોય છે કે તે કોવિડ-19થી સંક્રમિત છે.

ERJ ઑપન રિસર્ચમાં પ્રકાશિત અભ્યાસ પ્રમાણે, મે અને સપ્ટેમ્બર, 2020 દરમિયાન કુલ 2063 હેલ્થ વર્કર્સનું કોરોના વાયરસ સામેની લડવા માટેની એન્ટિબોડીઝ અંગે પરીક્ષણ કરાયું હતું. બ્લડ ટેસ્ટમાં દર્શાવાયું હતું કે, 14.5 ટકા આરોગ્ય કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. આ ટકાવારી સામાન્ય માણસો કરતાં 3 ગણી વધુ છે.

અભ્યાસ અનુસાર, તમામ આરોગ્ય કર્મીઓમાં સંક્રમણ ફેલવવાના રેટ્સ અલગ અલગ છે. જેમ કે, ડેન્ટિસ્ટમાં 26 ટકા, હેલ્થ કેર આસિસટન્ટમાં 23.3 ટકા, હોસ્પિટલ પાર્ટર્સમાં 22. ટકા છે. જ્યારે વહીવટી અધિકારીઓમાં આ દર ડૉક્ટર્સ જેટલો જ એટલે કે 21.1 ટકા છે. લગભગ 18.7 ટકા લોકો એવા હતા કે તેઓ અજાણ હતા કે તેઓ કોરોના સંક્રમિત છે.

જોકે, અભ્યાસમાં સામે આવ્યું છે કે અગાઉ જે હેલ્થ કેર વર્કર્સ સંક્રમિત થયા હતા તેઓ કોરોનાની બીજી લહેરમાં છેલ્લા 6 મહિનામાં ખૂબ ઓછા સંક્રમિત થયા છે. તેમના બ્લડ ટેસ્ટના મહિના બાદ 39 વર્કર્સે કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વિકસાવી લીધી હતી.