- કેરળમાં ભારે વરસાદને કારણે તબાહી
- વરસાદને કારણે 9 લોકોનાં મોત
- તે ઉપરાંત 12 લોકો લાપતા
નવી દિલ્હી: કેરળ અત્યારે કુદરતી આપત્તિ સામે ઝઝુમી રહ્યું છે. કેરળમાં મૂશળધાર વરસાદને કારણે કેરળમાં 9 લોકોનાં મોત થયા છે જ્યારે 12 લોકો લાપતા છે. વરસાદને કારણ જનજીવન પ્રભાવિત થયું છે. કુટ્ટીક્કલ, કોટ્ટયમ, ઇડુક્કી અને કોક્કયર વરસાદથી સૌથી વધુ પ્રભાવિત છે.
આ અંગે કેરળ સરકારના મંત્રી વીએન વાસવાને જણાવ્યું હતું કે, ભૂસ્ખલન થયું જેમાં 3 લોકોનાં મોત થયા, સરકાર દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે. સરકાર સંપૂર્ણપણે એલર્ટ છે. 12 લોકો ગૂમ થયા હોવાનો અહેવાલ છે.
ભારતીય હવામાન ખાતાએ શનિવારે કેરળના 5 જીલ્લામાં રેડ અલર્ટ બહાર પાડ્યું. જ્યારે 7 જીલ્લામાં ઓરેન્જ અલર્ટ તેમજ 2 જીલ્લામાં યલ્લો અલર્ટ જાહેર કર્યું છે.
હાલમાં કેરળમાં બચાવ કાર્ય માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમની 11, સેનાની બે અને ડિફેન્સ સર્વિસ કોર્પ્સની બે ટીમો તૈનાત કરવામાં આવી છે.