Site icon Revoi.in

RSSના સરસંઘચાલક મોહન ભાગવતનું મોટું નિવેદન, કહ્યું – ભારતમાં વસવાટ કરતા હિંદુ-મુસ્લિમોના પૂર્વજ એક

Social Share

નવી દિલ્હી: હિંદુ અને મુસ્લિમોને લઇને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હિંદુઓ અને મુસ્લિમોનો પૂર્વજો એક જ હતા અને દરેક ભારતીય નાગરિક હિંદુ છે. સમજદાર મુસ્લિમ નેતાઓએ કટ્ટરપંથીઓ વિરુદ્વ દૃઢતાપૂર્વક ઊભા રહેવું જોઇએ. પુણેમાં આયોજીત ગ્લોબલ સ્ટ્રેટેજીક પોલિસી ફાઉન્ડેશનના કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું હતું.

તેમણે વધુમાં અલ્પસંખ્યક સમુદાય અંગે કહ્યું હતું કે, આ સમુદાયે કોઇપણ વસ્તુથી ડરવું જોઇએ નહીં કારણ કે હિંદુ કોઇ સાથે દુશ્મનાવટ નથી રાખતા. હિંદુ શબ્દ માતૃભૂમિ, પૂર્વજ અને ભારતીય સંસ્કૃતિ બરાબર છે. આ અન્ય વિચારોનું અસન્માન નથી. આપણે મુસ્લિમ વર્ચસ્વ અંગે નહીં પણ ભારતીય વર્ચસ્વ અંગે વિચારવાનું છે.

મોહન ભાગવતે કહ્યું કે ઈસ્લામ આક્રાંતાઓની સાથે ભારત આવ્યો. આ ઈતિહાસ છે અને તેને તે રીતે દર્શાવવો જોઈએ. સમજદાર મુસ્લિમ નેતાઓએ બિનજરૂરી મુદ્દાઓનો વિરોધ કરવો જોઈએ અને કટ્ટરપંથીઓ તથા ચરમપંથીઓ વિરુદ્ધ દૃઢતાથી ઊભા રહેવું જોઈએ. જેટલું બને તેટલું જલદી આપણે તે કરીશું, તેનાથી સમાજને એટલું જ ઓછું નુકસાન થશે.

ભારત એક મહાશક્તિ તરીકે કોઇને ડરાવશે નહીં. તેમણે રાષ્ટ્ર પ્રથમ તેમજ રાષ્ટ્ર સર્વોચ્ચ વિષયક ચર્ચામાં કહ્યું કે, હિંદુ શબ્દ આપણી માતૃભૂમિ, પૂર્વજ તેમજ સંસ્કૃતિની સમૃદ્વ ધરોહરનો સમાનાર્થી છે. આ સંદર્ભમાં અમારા માટે દરેક ભારતીય હિંદુ છે પછી ભલે તેનો ધાર્મિક, ભાષાકીય, નસ્લીય અભિવિન્યાસ ગમે તે હોય. ભારતીય સંસ્કૃતિ અન્ય ધર્મોનું સન્માન કરે છે.

આ ચર્ચામાં કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને કાશ્મીર કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના ચાન્સેલર લેફ્ટેનન્ટ જનરલ (સેવાનિવૃત્ત) સૈયદ અતા હસનૈન પણ હાજર રહ્યા હતા.