Site icon Revoi.in

વિપક્ષ પર ગૃહમંત્રી અમિત શાહનો શાબ્દિક પ્રહાર, કહ્યું – અભણોની ફોજથી વિકાસ અશક્ય છે

Social Share

નવી દિલ્હી: નેશનલ કોન્ફરન્સ ઑન ડિલિવરિંગ ડેમોક્રેસીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેઓએ પીએમ મોદીના કાર્યકાળ વિશે જાણકારી આપી હતી. આપની ઓળખ કામને આધારે થવી જોઇએ તેવું પણ તેઓએ કહ્યું હતું.

આ દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહે વિપક્ષને પણ આડે હાથ લીધો હતો અને નિશાન બનાવતા કહ્યું હતું કે, અભણોની ફોજને લઇને કોઇ રાષ્ટ્ર વિકાસ કરી શકે નહીં. મને ટ્રોલ કરવામાં આવ્યો પરંતુ આમ છતાં હું બોલી રહ્યો છું. અભણોને ભણાવવાની જવાબદારી શાસનની હોય છે. પીએમ મોદીએ એટલે જ બેટી બચાવો, બેટી ભણાવોની મુહિમ ચલાવી.

તેમણે વધુમાં ભાજપના કાર્યકાળ અંગે પણ કહ્યું હતું કે, ઓળખ જાતિઓના આધારે નહીં પરંતુ સિદ્વિઓ અને કામને આધારે થાય છે તે દરેકે વિચારવું જોઇએ. કલ્યાણ રાજ્યની વ્યવસ્થા ધ્વસ્ત થઇ હતી. પીએમ મોદીના 30 વર્ષ બાદ પૂર્ણ બહુમતની સરકાર બની. શુદ્વ રીતે ભાજપની સરકાર પીએમ મોદીના નેતૃત્વમાં બની.

દેશના અનેક ગામડાઓમાં વીજળીનો અભાવ હતો અને એક વિધાયકે કહ્યું કે મોદીજી સાંજના સમયે ભોજન કરતી સમયે તો લાઇટ લાવો. ત્યારે પીએમ મોદીએ કહ્યું કે અમે 24 કલાક વીજળી પૂરી પાડીશું. તેમણે એક નવો માર્ગ કાઢ્યો. એગ્રીકલ્ચર ગ્રિડ અને ઘરના ગ્રિડને અલગ કર્યા અને 24 કલાક વીજળી મળવા લાગી.