Site icon Revoi.in

વેક્સિનના કેટલા ડોઝ લેવા છે આવશ્યક? જાણો શું કહે છે નિષ્ણાંતો

Social Share

નવી દિલ્હી: કોરોનાને મ્હાત આપવા અને તેની સામે લડવા માટે વેક્સિનને સૌથી વધુ અસરકારક હથિયાર માનવામાં આવે છે. જો કે વેક્સિનના ડોઝની અસરકારકતાને લઇને અનેક મતમતાંતરો પ્રવર્તિત છે. નિષ્ણાંતો અનુસાર ડોઝના અંતરને વધારીને વેક્સિનના પ્રભાવમાં પણ વધારો કરી શકાય છે. જો કે હવે આ ફેરફારને લઇને સવાલો પણ ઉપસ્થિત થઇ રહ્યા છે.

ભારતમાં વેક્સિનેશન ડ્રાઇવ વિશે વાત કરીએ તો અત્યારસુધીમાં 23.61 કરોડથી વધુ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઇ ચૂક્યો છે. વેક્સિનની અસરકારકતાને વધારવા માટે સમયાંતરે નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

વેક્સિનેશનને લઈને બનાવવામાં આવેલા સરકારી પેનલના આધાર પર મે મહિનામાં કેન્દ્ર સરકારે કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝના અંતરને 6થી 8 અઠવાડિયાથી વધારીને 12થી 16 અઠવાડિયા કરી દીધો હતો. નિષ્ણાંતોનું કહેવું હતું કે ડોઝના અંતરને વધારીને વેક્સિનના પ્રભાવમાં પણ વધારો કરી શકાય છે. જોકે હવે આ ફેરફારને લઈને સવાલ ઉઠવાના શરૂ થઈ ગયા છે.

બંને ડોઝના અંતરને લઇને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના સ્થાપક સાઇરસ પુનાવાલાએ પણ કહ્યું હતું કે, મને લાગે છે કે વેક્સિનના બે ડોઝની વચ્ચે બે મહિનાથી વધુ અંતર ના હોવું જોઇએ. જો કે સંભવત: સરકારે વેક્સિનની અછતને પહોંચી વળવા માટે આ અંતરને ત્રણ મહિના સુધી વધારી દીધુ.

નિષ્ણાંતો અનુસાર વેક્સિનના બે ડોઝને જ કોરોના સામે લડવા માટે અસરકારક ના ગણી શકાય. સામાન્યપણે છ મહિના બાદ શરીરમાં એન્ટી બોડી ઓછી થઇ જાય છે એવામાં ત્રીજો ડોઝની આવશ્યકતા પડી શકે છે. તેથી વેક્સિનનો બુસ્ટર ડોઝ લેવો પણ જરૂરી છે. સંક્રમણથી સંપૂર્ણ સુરક્ષા માટે ત્રીજો ડોઝ પણ લેવો જોઇએ.