Site icon Revoi.in

પશ્વિમ બંગાળ હિંસા: રાષ્ટ્રીય માનવાધિકાર પંચની ટીમે ઘટનાઓની તપાસ શરૂ કરી

Social Share

નવી દિલ્હી: પશ્વિમ બંગાળમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપના કાર્યકારોને ટાર્ગેટ બનાવીને આચરવામાં આવેલી હિંસામાં હવે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધે તેવી સંભાવના છે.

મમતા બેનર્જીની મુશ્કેલીઓ એટલે વધશે કે હિંસક ઘટનાઓની જાણકારી મેળવવા માટે નેશનલ હ્યુમન રાઇટ કમિશનની એક ટીમ બંગાળના વિવિધ વિસ્તારોમાં પહોંચી છે. ટીમના સભ્યો તપાસ કરીને પોતાનો રિપોર્ટ કોલકાતા હાઇકોર્ટને આપશે. આ ટીમમાં 11 સભ્યોનો સમાવેશ થાય છે. હાલમાં આ ટીમ કોલકાતાના અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરી રહી છે.

બંગાળમાં જ્યાં પણ હિંસાની ફરિયાદો મળી છે ત્યાં આ ટીમ તપાસ કરવા માટે જવાની છે. જો કે, બીજી તરફ મમતા બેનર્જીએ પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે, બંગાળમાં કોઇ રાજકીય હિંસાની ઘટના ઘટી નથી. આ માત્ર ભાજપનો અપપ્રચાર છે.

જો કે રાજકીય હિંસાને લઇને રાજ્યપાલે પણ મમતા બેનર્જીની સરકારની ટીકા કરી છે અને કહ્યું છે કે, હિંસાની ઘટનાઓ હજુ પણ બની રહી છે જે દુર્ભાગ્યપૂર્ણ છે. જેમાં પોલીસ અને વહીવટીતંત્રની પણ સંડોવણી છે.

મહત્વનું છે કે, કોલકાતા હાઈકોર્ટના આદેશથી હ્યુમન રાઈટ કમિશનની એક ટીમ તપાસ માટે બનાવવામાં આવી છે. આ આદેશ સામે મમતા બેનરજીની સરકારે પુન:વિચારણા કરવા માટે દાખલ કરેલી અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે.