Site icon Revoi.in

આળસુ અધિકારીઓ પર ડંડો ચલાવતા મને આવડે છે: નીતિન ગડકરી

Social Share

નવી દિલ્હી: કેટલાક સરકારી વિભાગોમાં સરકારી અધિકારીઓ દરેક કામમાં વિલંબ અથવા ઢીલાશ દેખાડતા હોય છે ત્યારે હવે આ પ્રકારના અધિકારીઓ વિરુદ્વ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કડકાઇભર્યુ વલણ દર્શાવ્યું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સરકારી અધિકારીઓને ચેતવણી આપતા કહ્યું છે કે, મને પરિણામ આપનારા અધિકારીઓ પસંદ છે અને કામમાં આળસ કરનારા પર ડંડો કેવી રીતે ચલાવવો તે મને આવડે છે. આ કામ મારા પર છોડી દો.

મહારાષ્ટ્રના નાગરપુરમાં વારંવાર માર્ગ અકસ્માત થતા હોય છે ત્યારે ત્યારે માર્ગ અકસ્માતો ઘટાડવા હેતુસર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સંચાલિત એક પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત નીતિન ગડકરીએ કરી હતી. આ પ્રસંગે તેઓએ કહ્યું હતું કે, કામમાં મોડું કરનારા અધિકારીઓ સામે કાર્યવાહી થવી  જ જોઇએ. તેમના વિલંબના કારણે સિસ્ટમ પર તેની અસર પડે છે. જે સિસ્ટમ કામ નથી કરતી તેને ઉખાડીને ફેંકી દો અને અધિકારીઓને ડંડા મારવાનું કામ મારા પર છોડી દો. જો કોઇ કામમાં ઢીલાશ કરશે તો તેની ખેર નથી.

તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યુ હતું કે, નાગપુરમાં દર વર્ષે 1500 માર્ગ અકસ્માત થાય છે અને તે મારા માટે કે અધિકારીઓ માટે સારા સંકેત નથી. આ માર્ગ અકસ્માતો કઇ રીતે ટાળી શકાય તેનો ઉપાય એ પ્રાથમિકતા હોવી જોઇએ. આ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં રસ્તાની સ્થિતિ, સાઇન બોર્ડ, માર્કિંગ જેવી બાબતોનો ડેટા એકત્રિત કરવામાં આવશે.