Site icon Revoi.in

ઇન્ડિયન એરફોર્સે એક સાથે 10 મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ

Social Share

નવી દિલ્હી: ઇન્ડિયન એરફોર્સે એક સાથે દસ આકાશી મિસાઇલનું પરીક્ષણ કરીને યુદ્વ જેવા માહોલનું નિર્માણ કર્યું હતું. સામાન્યપણે એક સમયે એક મિસાઇલનું પરીક્ષણ થતું હોય છે પરંતુ યુદ્વની સ્થિતિમાં તો ગમે ત્યાંથી ગમે ત્યારે મિસાઇલ ફાયર કરવા પડે છે.

આંધ્રપ્રદેશમાં આવેલી સુર્યલંકા ટેસ્ટ ફાયરિંગ રેન્જમાં સ્વદેશમાં નિર્મિત આકાશ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે ભારત-ચીન વચ્ચે મડાગાંઠ થોડી ગૂંચવાડા ભરી છે. સાવ સીધી સરળ નથી. તેથી ઉકેલ કે નિષ્કર્ષ આવતા વાર લાગી શકે છે. તેમાં જો કે ચિંતાનું કોઇ કારણ નથી.

તેમણે યાદ કરાવ્યું હતું કે વર્ષ 1986માં ભારત-ચીનના સૈનિકો તવાંગની સમુદ્રો વચ્ચે ખીણમાં સામસામે આવી ગયા હતા. એ મુદ્દાનો ઉકેલ આવતા પણ નવ વર્ષ નીકળી ગયા હતા. એ રીતે ગલવાનમાં પણ ઉકેલ આવતા લાંબો સમય લાગી શકે છે.

નોંધનીય છે કે, એરફોર્સે આકાશ ઉપરાંત ખભા પર રાખીને ફાયર કરી શકાતા ઈગ્લા મિસાઈલનું પણ પરીક્ષણ કર્યું હતું. આકાશ અને ઈગ્લા બન્નેનું કામ દુશ્મન વિમાન તોડી પાડવાનું છે.  પરીક્ષણ દરમિયાન તેણે ડમી વિમાનો સફળતાપૂર્વક તોડી પાડયા હતા.

(સંકેત)