1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ICMRની શોધમાં દાવો, બીજી લહેર ધાર્મિક કાર્યક્રમો અને પ્રવાસી મજૂરોથી ફેલાઇ

ICMRની શોધમાં દાવો, બીજી લહેર ધાર્મિક કાર્યક્રમો અને પ્રવાસી મજૂરોથી ફેલાઇ

0
Social Share
  • ભારતમાં બીજી લહેરના પ્રસારને લઇને ICMRની શોધમાં દાવો
  • બીજી લહેર માટે જવાબદાર કોરોનાના મ્યૂટન્ટને વિદેશ યાત્રીઓ ભારત લાવ્યા હતા
  • ત્યારબાદ તે પ્રવાસી મજૂરો અને ધાર્મિક કાર્યક્રમો મારફતે ફેલાયો હતો

નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોના વાયરસની બીજી લહેરે પ્રકોપ વર્તાવ્યો છે ત્યારે બીજી લહેરના ઉદ્દમગ સ્થાનને લઇને અનેક મતમતાંતરો જોવા મળી રહ્યા છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે વિદેશી યાત્રીઓ કોરોનાના મ્યૂટન્ટને ભારત લઇને આવ્યા હતા અને તે જ બીજી લહેર માટે જવાબદાર છે.

ICMRએ એવો દાવો કર્યો છે કે, બીજી લહેરની પાછળ જવાબદાર મનાઇ રહેલા કોરોનાના મ્યૂટન્ટને વિદેશી યાત્રીઓ ભારત લાવ્યા હતા. આ બાદ આ મ્યૂટેન્ટ વાયરસ પ્રવાસી મજૂરો તેમજ ધાર્મિક કાર્યક્રમોમાં સામેલ થનારા લોકો દ્વારા દેશમાં ફેલાયો હતો.

એક મીડિયા રિપોર્ટ અનુસાર ICMRએ કરેલી શોધમાં જાણકારી અપાઇ છે કે, પ્રારંભિક દોરમાં કોરોના સંક્રમણનો પ્રસાર મુખ્યત્વે પ્રવાસી મજૂરોના આવનજાવન તેમજ ધાર્મિક આયોજનોથી શોધી શકાય છે. પ્રારંભિક તબક્કાના નમૂનાથી Sars CoV-2 વેરિયન્ટ જોવા મળ્યા.

જાન્યુઆરી 2020થી ઑગસ્ટ 2020ની વચ્ચે સાર્સ સીઓવી-2ના સીકલેન્સના વિશ્લેષણથી સ્પાઇક પ્રોટિનમાં ઇ484 ક્યૂ મ્યૂટેશન હોવાની ખબર પડી. આ સીકવેન્સ માર્ચ અને જુલાઇ 2020માં મહારાષ્ટ્રમાં મળ્યા હતા. મ્યૂટેશન સ્પાઇક પ્રોટિનમાં એન 440 અમિનો એસિડ 2020માં તેલંગાણા, આંધ્રપ્રદેશ અને આસામમાં જોવા મળ્યો હતો.

ICMR અનુસાર દેશમાં કોરના વાયરસના 3 વેરિયન્ટ બી. 1.1.7, વેરિયન્ટ ઑફ કન્સર્ન અને બી. 1.351 મળ્યા હતા. આ વેરિયન્ટને લઇને સ્થિતિ ચિંતાજનક હતી. કેમ કે આ રોગ પ્રતિકારક ક્ષમતાને છેતરવામાં અને ઝડપથી ફેલાવાની ક્ષમતા ધરાવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code