Site icon Revoi.in

કોરોના સંક્રમણની ત્રીજી લહેરને રોકવા સરકારે આ કામ કરવું જોઇએ: IMA

Social Share

નવી દિલ્હી: કોરોનાની પહેલી લહેર કરતાં પણ બીજી લહેર વધુ ઘાતક નિવડી હતી. બીજી લહેર દરમિયાન કોરોના વાયરસને કારણે કુલ 776 ડૉક્ટર્સના મોત થયા હતા.

કોરોના વાયરસની મહામારીને લઇને ઇન્ડિયન મેડિકલ એસોસિએશને નિવેદન આપ્યું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ડૉ. જે એ જયલાલે કહ્યું છે કે, હાલ કોઇપણ તહેવાર ઉજવવો યોગ્ય નથી. કારણ કે તે ઘણુ ખતરનાક સાબિત થઇ શકે છે. સાથે જ તેમણે કહ્યું કે, IMA સરકારને અનુરોધ કરી રહી છે કે કોઇપણ પ્રકારના સામૂહિક મેળાવડા કરવા વિશે પણ પોતાના નિર્ણયો પર ફરીથી મંથન કરે.

IMA અનુસાર કોરોનાની બીજી લહેર દરમિયાન કુલ 776 ડૉક્ટર્સના મોત નિપજ્યા છે. આ દરમિયાન સૌથી વધુ બિહારમાં 115, દિલ્હીમાં 109, ઉત્તર પ્રદેશમાં 79 અને પશ્વિમ બંગાળમાં 62 ડૉક્ટરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

કોરોનાની બીજી લહેરની અસર હવે ઓછી થઇ છે. કોરોના સંક્રમણના કેસ સતત 1 લાખથી ઓછા થઇ રહ્યા છે. ગત પાંચ દિવસમાં દેશમાં 84 હજાર 332 નવા કેસો સામે આવ્યા છે. જ્યારે 4002 દર્દીઓના જીવ ગયા છે. ખાસ વાત એ છે કે 20 દિવસમાં કોરોના સંક્રમણના સૌથી ઓછા કેસ આવ્યા છે. કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 3 કરોડ 8 લાખ 37 હજાર 222 થઇ ગઇ છે. જ્યારે 66 દિવસ પછી ભારતમાં સક્રિય કેસનો આંકડો 5 લાખથી પણ નીચે આવ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુંસાર દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 4 લાખ 50 હજાર 899 એક્ટિવ કેસ છે.  જ્યારે 3 કરોડ 14 હજાર 713  લોકો સાજા થઈ પોતાના ઘરે જઈ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4 લાખ 8 હજાર 764 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં મોટી રાહત મળતી જોવા મળી રહી છે.