- બાબા રામદેવના એલોપેથી અંગેના વિવાદાસ્પદ નિવેદનનો વિવાદ વધુ ચગ્યો
- હવે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને PM મોદીને લખ્યો પત્ર
- બાબા રામદેવ વિરુદ્વ દેશદ્રોહનો કેસ ચલાવવાની કરી માંગ
નવી દિલ્હી: એલોપેથી પર આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ બાબા રામદેવ ફસાયા છે અને તેમના આ નિવેદનથી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પણ નારાજ થયું છે. આ વિવાદ બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ બાબા રામદેવને પત્ર લખ્યો હતો અને ત્યારબાદ બાબા રામદેવે પોતાનું નિવેદન પરત લીધું હતું. જો કે તેમ છતાં મુદ્દો હજુ ગરમ જ છે. હવે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પીએમ મોદીને પત્ર લખીને કહ્યું છે કે, પતંજલિના માલિક રામદેવ તરફથી વેક્સિનેશન વિરુદ્વ ખોટા પ્રચાર પર પ્રતિબંધ લગાવવો જોઇએ.
એક વીડિયોમાં રામદેવે દાવો કર્યો છે કે, 10 લાખ ડોક્ટર અને લાખો લોકોના કોરોના વેક્સિનના બંને ડોઝ બાદ પણ મોત થઇ ચૂક્યા છે તેવું બાબા રામદેવ દ્વારા એક વીડિયોમાં કહેવાયું છે તેવું IMAએ કહ્યું હતું. તેથી તેમના વિરુદ્વ દેશદ્રોહ હેઠળ કેસ દાખલ કરવાની ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની માંગ છે.
IMA HQs Press Release on 22.05.2021 pic.twitter.com/rrc1LXA24n
— Indian Medical Association (@IMAIndiaOrg) May 22, 2021
આપને જણાવી દઇએ કે બાબા રામદેવના એલોપેથીને લઇને વિવાદાસ્પદ નિવેદનને ડૉ. હર્ષવર્ધને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. ત્યારબાદ બાબા રામદેવે દિલગીરી વ્યક્ત કરતા પોતાનું નિવેદન પાછું ખેચ્યું હતું.
IMA ઉત્તરાખંડે બાબા રામદેવને માનહાનિની નોટિસ ફટકારી
બીજીતરફ ઉત્તરાખંડ ઈન્ડિયન મેડિકલ એસોસિએશને બાબા રામદેવને એલોપથી અને ડોક્ટરો પર અપમાનજક ટિપ્પણી કરવા માટે માનહાનીની નોટિસ ફટકારી છે.