મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના નિવાસસ્થાને આવકવેરા વિભાગની રેડ
- મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના નિવાસસ્થાને દરોડા
- તેમના નાગપુર સ્થિત નિવાસસ્થાને આવકવેરા વિભાગની ટીમના દરોડા
- તે ઉપરાંત નાગપુરની ટ્રેવોટલ હોટલમાં પણ આઇટી વિભાગનું સર્ચ ઑપરેશન ચાલી રહ્યું છે
મુંબઇ: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલી વધી છે. તેમના નાગપુર સ્થિત ઘર પર આવકવેરા વિભાગની ટીમે દરોડા પાડ્યા છે. સાથે જ અનિલ દેશમુખના બીજા ઘરે પણ આઇટી વિભાગના અધિકારીઓની ટીમ પહોંચી છે.
તે ઉપરાંત નાગપુરની ટ્રેવોટલ હોટલમાં પણ આઇટી વિભાગનું સર્ચ ઑપરેશન ચાલી રહ્યું છે. આપને જણાવી દઇએ કે, 100 કરોડ રૂપિયાની વસૂલાત કરવાના કેસમાં ઇડી દ્વારા તાજેતરમાં જ વિશેષ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. જેમાં ખુલાસો થયો છે કે, અનિલ દેશમુખના કહેવા પર મુંબઇ પોલીસના સસ્પેન્ડ કરાયેલા અધિકારી સચિન વજેને 4.6 કરોડ રૂપિયા ભરેલી 16 બેગ તેમના અંગત સહાયકને સોંપવા માટે આદેશ આપ્યો હતો.
ઇડીએ કોર્ટ સમક્ષ કહ્યું હતું કે, અનિલ દેશમુખ તેમજ તેમના પરિવારના સભ્યો સામે હાલમાં તપાસ ચાલી રહી છે. એ પછી અનિલ દેશમુખ સામે વધારાની ચાર્જશીટ રજૂ કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે અનિલ દેશમુખને દેશ છોડવાથી રોકવા માટે એક લૂકઆઉટ નોટિસ પણ બહાર પાડવામાં આવી છે.