Site icon Revoi.in

ભારતે રચ્યો સ્વર્ણિમ ઇતિહાસ: 100 કરોડ રસીકરણનો જાદુઇ આંકડો પાર, પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી

Social Share

નવી દિલ્હી: ભારત આજે સ્વર્ણિમ ઇતિહાસ રચ્યો છે. વિશ્વમાં આજે ભારતે ઐતિહાસિક મુકામ હાંસલ કર્યો છે. દેશે 100 કરોડ કોરોના રસીકરણના જાદુઇ આંકડાને પાર કર્યો છે. કોરોના મહામારી સામેની લડાઇમાં ભારતે રસીકરણથી સિદ્વિ હાંસલ કરી છે. 16 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન શરૂ કર્યા બાદ સમગ્ર દેશમાં પૂરજોશમાં રસીકરણ અભિયાનના પરિણામ સ્વરૂપે આજે ભારતે 100 કરોડના રસીકરણ સાથે વિશ્વમાં ઇતિહાસ રચ્યો છે. દેશે 280 દિવસમાં આ લક્ષ્યાંક પ્રાપ્ત કર્યું છે.

પીએમ મોદીએ પણ આ ઐતિહાસિક મુકામ મેળવ્યા બદલ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, આજે ભારતે ઇતિહાસ રચ્યો છે. આપણે ભારતીય વિજ્ઞાન, ઉદ્યમ અને 130 કરોડ ભારતીયોની સામૂહિક ભાવનાનો વિજય જોઈ રહ્યા છીએ. 100 કરોડ વેક્સિનેશન પાર કરવાને લઈ ભારતને શુભેચ્છાઓ. આપણા ડોક્ટર્સ, નર્સો અને આ ઉપલબ્ધિ હાંસલ કરવા માટે કામ કરનારા તમામ લોકોનો આભાર.

આ સિદ્વિ બદલ નીતિ આયોગના સદસ્ય ડૉ. વીકે પૉલે ભારતના લોકો અને આરોગ્ય કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી છે. બીજી તરફ પીએમ મોદી પણ આ અવસરે દિલ્હીમાં RML હોસ્પિટલ પહોંચ્યા હતા. પીએમ મોદીએ અહીંયા ફ્રન્ટ લાઇન વર્કર્સ સાથે મુલાકાત કરી હતી.

આ અવસર પર નીતિ આયોગના સદસ્ય ડૉ. વીકે પોલે કહ્યું હતું કે, કોઇ પણ દેશ માટે 100 કરોડ ડોઝના આંકડા સુધી પહોંચવું તે ખૂબ મોટી ઉપલબ્ધિ કહી શકાય. ભારતે રસીકરણ અભિયાન શરૂ થયાના માત્ર 9 મહિનામાં જ આ સિદ્વિ હાંસલ કરી છે.

બીજી તરફ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના રિજનલ ડાયરેક્ટર ડૉ. પુનમ ખેત્રપાલ સિહે પણ આ સિદ્વિ બદલ ભારતને શુભેચ્છાઓ પાઠવી હતી. એક વધુ સિમાચિહ્ન હાંસલ કરવા બદલ ભારતને શુભેચ્છા.