Site icon Revoi.in

ભારત મોબાઇલ વિનિર્માણ ક્ષેત્રે ચીનને પછાડવા પ્રતિબદ્વ: રવિશંકર પ્રસાદ

Social Share

નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચેના સંબંધોમાં જોવા મળી રહેલી કડવાશ વચ્ચે દૂરસંચાર અને આઇટી મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ભારતે ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજના દ્વારા વૈશ્વિક કંપનીઓને આકર્ષિત કરવાની સાથે જ મોબાઇલ વિનિર્માણના ક્ષેત્રમાં ચીનને પાછળ છોડવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. સરકાર બીજા ક્ષેત્રમાં પીએલઆઇ યોજનાના વિસ્તારથી ભારતને ઇલેક્ટ્રોનિક ઉત્પાદનનું વિનિર્માણ કેન્દ્ર બનાવવા ઇચ્છે છે.

ઉદ્યોગ સંઘ ફિક્કીના વાર્ષિક અધિવેશનમાં રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, અમે ઇચ્છતા હતા કે ભારત વિશ્વમાં બીજુ સૌથી મોટું મોબાઇલ વિનિર્માતા બને. હવે હું ભારતને ચીનથી આગળ વધવા પર જોર આપી રહ્યો છું. આ મારું લક્ષ્ય છે અને હું આને સ્પષ્ટપણે પરિભાષિત કરી રહ્યો છું.

ઇલેક્ટ્રોનિક્સ પર રાષ્ટ્રીય નીતિ 2019માં 2025 સુધી ઇલેક્ટ્રોનિક વિનિર્માણને વધારીને 26 લાખ કરોડ રૂપિયાથી વધારે કરવા પર જોર આપી દીધું છે. આમાંથી 13 લાખ કરોડ રૂપિયા મોબાઇલ વિનિર્માણ ખંડથી આવવાની આશા છે.

રવિશંકર પ્રસાદે કહ્યુ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ભારતને વૈકલ્પિક વિનિર્માણ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા માટે પીએલઆઈ યોજનાને લાવવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે પીએલઆઈનો હેતુ વિશ્વસનીય કંપનીઓને ભારતમાં લાવવા અને ભારતીય કંપનીઓને વિશ્વસ્તરીય બનાવવાનો છે.

(સંકેત)