- અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિકેન છે ભારતની મુલાકાતે
- એન્ટની બ્લિકન અને ભારતના વિદેશમંત્રી જયશંકર વચ્ચે મુલાકાત પૂર્ણ થઇ
- બાઇડન ભારત સાથે વધુ મજબૂત મિત્રતા માટે ઇચ્છુક છે: બ્લિકેન
નવી દિલ્હી: અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિકેન અત્યારે ભારતની મુલાકાતે છે. આજે એન્ટની બ્લિકન અને ભારતના વિદેશમંત્રી જયશંકર વચ્ચે મુલાકાત પૂર્ણ થઇ છે. તે ઉપરાંત એન્ટની બ્લિકન પીએમ મોદી સાથે પણ મુલાકાત કરશે. જેમાં પાકિસ્તાન દ્વારા આતંકીઓના આપવામાં આવતા ફંડ અને અફઘાનિસ્તાનમાં તાલિબાનીના આતંક અંગે ચર્ચા થાય તેવી સંભાવના છે.
અમેરિકાના વિદેશ મંત્રી બન્યા બાદ એન્ટની બ્લિકેનની આ પ્રથમ મુલાકાત છે. તેમણે આજે વિદેશ મંત્રી જયશંકર સાથે મુલાકાત કરી હતી અને સૂત્રો અનુસાર પીએમ મોદી સાથે પણ મુલાકાત કરશે. મુલાકાત બાદ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિકને કહ્યું હતું કે, ભારત અને અમેરિકાના વચ્ચેના સંબંધો હંમેશા ધનિષ્ઠ રહેશે.
અમેરિકા અને ભારતના વિદેશમંત્રીની મુલાકાત બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં મદદ કરવા બદલ રાષ્ટ્રપતિ બાઇડનનો આભાર અને વધુમાં ઉમેર્યું હતું કે, વૈશ્વિક મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે અને અફઘાનિસ્તાન સામે બંને દેશ સાથે મળીને કામ કરવામાં આવશે.
અમેરિકાના વિદેશીમંત્રી (Foreign Minister)એન્ટની બ્લિકેને જણાવ્યું હતું કે,ભારતને વધુ 25 મિલિયન વેક્સિન ડોઝ આપવામાં આવશે. અને વધુમાં જણાવ્યું કે,રાષ્ટ્રપતિ બાઈડન ભારત સાથે મજબુત દોસ્તી ઈચ્છી રહ્યા છે.