- ભારત-ચીન વચ્ચે લશ્કરી વાટાઘાટો છતાં ચીન હથિયારોની કરી રહ્યું છે તૈનાતી
- PLA તિબેટમાં મિસાઇલ એકમો અને સ્વચાલિત હોવિટ્ઝર્સ સાથેની તૈયારીઓ કરી રહ્યું છે
- પીએલએ કેમ્પની આસપાસ 35 ભારે લશ્કરી વાહનો હોવાના સંકેત મળ્યા
લદ્દાખ: ગલવાન હિંસા બાદ તણાવને દૂર કરવા માટે ભારત અને ચીન વચ્ચે 9 વખત લશ્કરી વાટાઘાટો થયા છે, પંરતુ પીપલ્સ લિબરેશન આર્મી 3488 કિલોમીટર વાસ્તવિક નિયંત્રણ લાઇન પર પોતાના હથિયારો પરત બોલાવી રહી નથી.
તાજેતરમાં પ્રાપ્ત એક અહેવાલ પ્રમાણે, પીપલ્સ લિબરેશન આર્મી તિબેટમાં મિસાઇલ એકમો અને સ્વચાલિત હોવિટ્ઝર્સ સાથેની તૈયારીઓ કરી રહ્યું છે.
નેશનલ સિક્યોરિટી પ્લાનર અનુસાર, પીએલ ત્રણેય ક્ષેત્રોમાં પેંગોંગ ત્સોના ફિંગર એરિયામાં નવા બાંધકામો સાથે સૈનિકો અને ભારે ઉપકરણોની તહેનાતથી નવી રચના કરી રહી છે. સંરક્ષણ મંત્રાલયને પુરાવા મળ્યા છે કે પૂર્વ લદ્દાખના ચૂમારમાં એલએસીથી માત્ર 82 કિલોમીટર દૂર આવેલા શિંકેન પીએલએ કેમ્પની આસપાસ 35 ભારે લશ્કરી વાહનો અને ચાર 155 મીમી પીએલઝેડ 83 સ્વ-સંચાલિત હોવિટ્સઝર્સની નવી જમાવટ હોવાના સંકેત મળ્યા છે.
મહત્વનું છે કે, LACથી 90 કિમી દૂર રૂડોક સર્વેલન્સ સુવિધા નજીક, સૈનિકો અને ડિવિઝન ક્વાર્ટર્સ માટેના ચાર નવા મોટા શેડ, વાહનોની ભારે તૈનાતી અને નવા બાંધકામની કામગીરી ગત મહિને જોવા મળી છે.
(સંકેત)