Site icon Revoi.in

ભારતે નોંધાવી સિદ્વિ, માત્ર 130 દિવસમાં 20 કરોડ લોકોનું વેક્સિનેશન કર્યું પૂર્ણ

Social Share

નવી દિલ્હી: ભારતમાં એપ્રિલ મહિના દરમિયાન કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો હતો. હોસ્પિટલમાં બેડથી લઇને ઑક્સિજનની અછત અને કોવિડથી મૃત્યુ બાદ સ્મશાનમાં પણ અંતિમવિધિ માટે રાહ જોવી પડતી હતી. જો કે હવે કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે અને રિકવરી રેટમાં વધારો થઇ રહ્યો છે. કોરોના સામેની જંગમાં હાલમાં વેક્સિન એક માત્ર અમોધ શસ્ત્ર છે ત્યારે ભારતે હવે રસીકરણ અભિયાનમાં મોટી સિદ્વિ પ્રાપ્ત કરી છે.

ભારતે સિદ્વિ હાંસલ કરતા 20 કરોડથી વધુ લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, અમેરિકા બાદ ભારતે 20 કરોડથી વધુ લોકોને રસી આપી છે. ભારતે આ સિદ્વિ માત્ર 130 દિવસમાં જ હાંસલ કરી છે. અમેરિકામાં 20 કરોડ લોકોનું વેક્સિનેશન 124 દિવસમાં કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં અત્યારસુધીમાં 20 કરોડ 4 લાખ 94 હજાર 991 લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે. 97,94,835 આરોગ્ય કર્મચારીઓને વેક્સિનેશનનો પહેલો અને 67,28,443 આરોગ્ય કર્મીઓને વેક્સિનેશનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

દેશમાં ત્રીજા તબક્કાનું રસીકરણ શરૂ થયા બાદ આત્યાર સુધીમાં 18 થી 44 વર્ષના 9,42,796 લોકોનું પ્રથમ ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે તેમજ 60 વર્ષથી વધુ ઉમરના 42 ટકા લોકોનું પ્રથમ ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે.