- કોરોના મહામારીનો પ્રકોપ ઘટતા નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો મહત્વનો નિર્ણય
- એરલાઇન્સને 85 ટકા ક્ષમતા સાતે ડોમેસ્ટિક ફ્લાઇટ ઑપરેટ કરવા મંજૂરી
- અગાઉના આદેશમાં મંત્રાલયે એરલાઇન્સને 72.5 ટકા ક્ષમતા સાથે ઉડાન ભરવાની મંજૂરી આપી હતી
નવી દિલ્હી: કોરોના મહામારીના ઘટતા પ્રકોપ બાદ હવે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે એરલાઇન્સ 85 ટકા ક્ષમતા સાથે ડોમેસ્ટિક ફ્લાઇટ ઑપરેટ કરી શકશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું કે, એરલાઇન્સ હવે કોવિડ-19 અગાઉ સ્થાનિક ફ્લાઇટ્સની કુલ સંખ્યાના 72.5%ને બદલે વધુમાં વધુ 85 ટકા ઑપરેટ કરી શકે છે. અગાઉ 12 ઑગસ્ટના રોજ બહાર પાડવામાં આવેલા આદેશમાં મંત્રાલયે એરલાઇન્સને 72.5 ટકા ક્ષમતા સાથે ઉડાન ભરવાની મંજૂરી આપી હતી.
હાલ કોરોના મહામારીને ધ્યાનમાં લેતા એરલાઇન્સ કોરોના અગાઉની પોતાની કુલ ડોમેસ્ટિક ફ્લાઇટમાંની 72.5 ટકાનું સંચાલન કરી રહી હતી. મંત્રાલયે 12 ઓગષ્ટે જારી કરેલ આદેશમાં એરલાઇન્સને 72.5 ટકાની ક્ષમતા સાથે ફ્લાઇટને મંજૂરી આપી હતી.
નોંધનીય છે કે આ અગાઉ, 5 જુલાઇથી 12 ઑગસ્ટ વચ્ચે આ મર્યાદા 65 ટકાની હતી. મંત્રાલયે શનિવારે જારી કરેલ એક આદેશમાં જણાવ્યું છે કે તેણે 12 ઑગસ્ટના પોતાના આદેશમાં ફેરફાર કર્યો છે. મંત્રાલયે કહ્યું હતું કે 72.5 ટકાની ક્ષમતાને બદલે 85 ટકા ક્ષમતા સાથે ફ્લાઇટને મંજૂરી આપવામાં આવી છે.