- અફઘાનિસ્તાનની સ્થિતિને લઇને ભારતમાં 7 દેશોના NSAની યોજાઇ બેઠક
- ભારતના NSA અજીત ડોભાલની અધ્યક્ષતામાં યોજાઇ બેઠક
- આ બેઠકમાં કટ્ટરપંથી, અલગાવવાદ, ઉગ્રવાદ, માદક પદાર્થોની તસ્કરી જેવા વિષયો પર ચર્ચા થઇ
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં હાલમાં તાલિબાનના કબ્જા બાદ જે સ્થિતિ જોવા મળી રહી છે તેને લઇને ભારતમાં આજે NSA અજીત ડોભાલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. દિલ્હીમાં યોજાયેલી આ બેઠકમાં 7 દેશોના NSA આવ્યા હતા.
અફઘાનિસ્તાનની સ્થિતિને લઇને સાત દેશોના NSA સાથે NSA અજીત ડોભાલે બેઠક કરી હતી. બેઠક દરમિયાન સાત દેશોના NSA પીએમ મોદીને પણ મળ્યા હતા. 7 પૈકી પાંચ દેશો મધ્ય એશિયાના હતા. તે ઉપરાંત રશિયા તેમજ ઇરાનના NSA પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં અફઘાનિસ્તાનમાં સર્જાયેલી ગંભીર સ્થિતિને લઇને ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકની અધ્યક્ષતા કરતા NSA અજીત ડોભાલે કહ્યું હતું કે, આજે અફઘાનિસ્તાનમાં જે સાંપ્રત પરિસ્થિતિ જોવા મળી રહી છે તેની અસર તેના પાડોશી દેશો ઉપર પણ વર્તાઇ રહી છે.
આ બેઠકમાં કટ્ટરપંથી, અલગાવવાદ, ઉગ્રવાદ, માદક પદાર્થોની તસ્કરી જેવા વિષયો પર ચર્ચા કરાઇ હતી. આ બેઠકમાં ઇરાન, કજાકિસ્તાન, કિર્ગિસ્તાન, તજાકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉજ્બેકિસ્તાનના NSA સામેલ થયા હતા. તે ઉપરાંત મહિલાઓ અને બાળકોના અધિકારો અને અલ્પસંખ્યક સમુદાયના અધિકારોના ઉલ્લંઘનને લઇને પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ સિવાય અફઘાનિસ્તાનના લોકોને તાત્કાલીક માનવીય સહાય આપવાને લઈને પણ ચર્ચા કરવામાં આવે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ કોરોના સંક્રમણ અફઘાનિસ્તાનંમાં રોકાય તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી.
NSA અજીત ડોભાલે કહ્યું કે, અફઘાનિસ્તાનની સ્થિતિ પાડોશી દેશો માટે પણ મહત્વપૂર્ણ બની રહેશે. બેઠકમાં થયેલી ચર્ચા પર કહ્યું કે, ચર્ચા સાર્થક થાય તેવી આશા રાખી. આપણી સૌ પાસે વિચાર-વિમર્શનો સમય છે. જેથી વિચાર કરવાથી અફઘાનિસ્તાનના લોકોની મદદ પણ કરી શકાશે.
મહત્વનું છે કે, આ બેઠકમાં ભારતે ચીન અને પાકિસ્તાનને નિમંત્રિત કર્યા હતા પરંતુ બંને દેશોએ આ બેઠકમાં સામેલ થવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. પાકિસ્તાન અને ચીન સતત તાલિબાનને સમર્થન આપી રહ્યાં છે.