Site icon Revoi.in

કોરોનાના નવા પ્રકારની ઓળખ કરવામાં ભારત સફળ, આમ કરનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારીનો સામનો કરી રહેલા વિશ્વ માટે બ્રિટનમાં સામે આવેલા કોરોનાના નવા સ્ટ્રેને નવી સમસ્યાનું સર્જન કર્યં છે ત્યારે ભારતમાં પણ આ નવા પ્રકારના કેસ વધી રહ્યા છે. જો કે, ભારતને કોરોનાનો નવો પ્રકાર ડીકોડ કરવામાં સફળતા પ્રાપ્ત થઇ છે અને આ સિદ્વિ હાંસલ કરનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે.

ભારતમાં દિવસે દિવસે કોરના સંક્રમણ અંકુશમાં આવી રહ્યું છે, કેસ ઘટી રહ્યા છે. તે ઉપરાંત કોરોનાની બે રસીને નિષ્ણાત પેનલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આવા સમયમાં બ્રિટનમાં આવેલા નવા વાયરસે સમગ્ર વિશ્વને ફરી ચિંતામાં મૂક્યું છે. આ નવો પ્રકાર એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ઝડપી ગતિએ ફેલાતો હોવાથી તેને ખૂબ ખતરનાક મનાય છે. જો કે આ વચ્ચે ભારતમાં સારા સમાચાર આવ્યા છે.

ભારતમાં બ્રિટનથી આવેલા વાયરસના નવા પ્રકારની સફળતાપૂર્વક ઓળખ કરી લેવાઇ છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચએ કહ્યું હતું કે, ભારતે ઝડપથી વાયરલ થઇ રહેલા નવા પ્રકારના વાયરસને સફળતાપૂર્વક ઓળખી લીધો છે. ભારતે યુકે મ્યુટન્ટ સ્ટ્રેનને આઇસોલેટ કરી દીધો છે. આ આઇસોલેશન મારફત કોરોના વાયરસની રસી પર નવા મ્યુટન્ટ સ્ટ્રેનની અસરની તપાસ કરવામાં મદદ મળશે. તે ઉપરાંત એ પણ ચકાસી શકાશે કે સ્ટ્રેન પર કોરોના રસીની અસર થશે કે નહીં.

ભારતમાં મહામારીની શરૂઆતના દિવસોથી જ આઈસીએમઆરની પ્રયોગશાળાઓના દેશવ્યાપી નેટવર્કના માધ્યમથી સાર્સ-કોવ-2 વાઈરસ કોવિડ-19ને ટ્રેક કરવામાં આવ્યો હતો. કોરોના વાઈરસનો નવો પ્રકાર બ્રિટન, દક્ષિણ આફ્રિકા અને મધ્ય પૂર્વ પછી ભારતમાં પણ ઝડપથી ફેલાતો જોવા મળી રહ્યો છે.

(સંકેત)