1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારત-જાપાનની મિત્રતાનું પ્રતિક કાશીનું કન્વેન્શન સેન્ટર, જાણો તેની ખાસિયતો
ભારત-જાપાનની મિત્રતાનું પ્રતિક કાશીનું કન્વેન્શન સેન્ટર, જાણો તેની ખાસિયતો

ભારત-જાપાનની મિત્રતાનું પ્રતિક કાશીનું કન્વેન્શન સેન્ટર, જાણો તેની ખાસિયતો

0
Social Share
  • દેશની સાંસ્કૃતિક રાજધાની કાશીમાં રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરનું કામ પૂર્ણતાના આરે
  • આ રુદ્રાશ કન્વેન્શન સેન્ટર ભારત અને જાપાનની મિત્રતાનું છે પ્રતિક
  • 186 કરોડના ખર્ચે નિર્મિત આ હાઇટેક કેન્વન્શેન પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે

વારાણસી: દેશની સાંસ્કૃતિક રાજધાની કાશીમાં ભારત અને જાપાનની મિત્રતાનું પ્રતિક સમુ રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરનું નિર્માણ કાર્ય હવે પૂર્ણતાના આરે છે. જાપાનના સહયોગથી વારાણસીમાં બનેલું આ સેન્ટરનું 90 ટકા કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. વર્ષ 2021માં પીએમ મોદી વારાણસીને આ હાઇટેક કન્વેન્શન સેન્ટરની ભેટ આપશે. આ સેન્ટરની ખાસિયત એ છે કે સેન્ટરના બહારના ભાગમાં એલ્યુમિનિયમના 108 મોટા રૂદ્રાક્ષ લગાવવામાં આવ્યા છે. જે આ સેન્ટરની સુંદરતા વધારે છે.

186 કરોડના ખર્ચે નિર્મિત આ હાઇટેક કેન્વન્શેન પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે અને પર્યટકો અહીંયા ગીત, સંગીત, નાટક અને પ્રદર્શનનો લાભ ઉઠાવી શકશે. 3 એકરમાં પથરાયેલું આ કન્વેન્શન સેન્ટર વિશ્વના અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ છે.  આ કન્વેન્શન સેન્ટરમાં એક સાથે 1200 લોકોને બેસવાની વ્યવસ્થા છે.

કન્વેન્શન સેન્ટરની વિશેષતાઓ

કન્વેન્શન સેન્ટરમાં મોટા હોલ ઉપરાંત 150 લોકોની બેઠક ક્ષમતા ધરાવતા અન્ય બે કોન્ફરન્સ હોલ પણ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત દિવ્યાંગો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રૂદ્રાક્ષ સેન્ટરના બંને દરવાજે 6-6 વ્હીલ ચેર રાખવામાં આવી છે. કન્વેન્શન સેન્ટરના ચોતરફ આકર્ષક ગાર્ડન તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત બેઝમેન્ટમાં 120 ગાડીઓના પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

કન્વેન્શન સેન્ટરમાં આવતા પ્રવાસીઓની સુરક્ષા માટે CCTV કેમેરા પણ લગાવામાં આવ્યા છે. તે ઉપરાંત રુદ્રાક્ષની એરકંડિશન્ડ સિસ્ટમ ઇટાલીથી મંગાવવામાં આવી છે. આ ઉપરાંત લગાવવામાં આવેલા તમામ ઇલેક્ટ્રિક ઉપકરણોને ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટેટ અસેસમેન્ટ તરફથી થ્રી સ્ટાર રેટિંગ આપવામાં આવ્યા છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code