Site icon Revoi.in

સરકાર હવે વીજળી વિતરણ લાઇસન્સ પ્રથાને ખતમ કરશે

Social Share

નવી દિલ્હી: વીજ વિતરણ કંપનીઓની ઇજારાશાહી સમાપ્ત કરવા માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે વીજ વિતરણ લાઇસન્સ ખતમ કરવાની તૈયારી કરી લીધી છે. સરકાર વીજળી અધિનિયમ 2003માં સુધારો કરવાની યોજના ધરાવે છે, જે હેઠળ કોઇપણ કંપની નિયામકની મંજૂરી પછી કોઇપણ ક્ષેત્રમાં વીજળી સપ્લાય કરી શકે છે. નવી વ્યવસ્થા હેઠળ ખાનગી ક્ષેત્રના ડિસ્કોમને તમામ ક્ષેત્રોમાં વિતરણની મંજૂરી આપવામાં આવશે.

સૂચિત સુધારાને વીજળી બિલ 2021માં સમાવવામાં આવશે જે ફક્ત સંસદના વર્તમાન સત્રમાં રજૂ કરવામાં આવશે. બિલના મુસદ્દામાં નવી કલમ 2(એ) ઉમેરવામાં આવી છે. જે કહે છે નિર્ધારિત પાત્રતા શરતો પુરી કરવાવાળી અને ઉચિત આયોગ પાસે નોંધાયેલ કોઈપણ કંપની પોતાના ક્ષેત્રમાં પોતાની વિતરણ વ્યવસ્થા અથવા અન્ય વિતરણ કંપનીની વ્યવસ્થાનો ઉપયોગ કરીને ગ્રાહકોને વીજળી આપી શકે છે.જોકે તેના માટે કાયદાની જોગવાઇઓનું પાલન કરવું જરૂરી છે.

ખરડાના ડ્રાફ્ટ વિશે વાત કરીએ તો ડિસ્ટ્રીબ્યુશન લાઇસન્સ શબ્દ હટાવીને તેને સ્થાને ડિસ્ટ્રીબ્યુશન કંપની લખવામાં આવ્યો છે. તેમાં એક અથવા તેનાથી વધુ ડિસ્કોમને એજ જ વિસ્તારમાં રજીસ્ટ્રેશન અને વીજળી વિતરણની મંજૂરી આપવાનો પ્રસ્તાવ પણ છે. કોઇપણ એક સેક્ટરમાં હાજર વીજળી ખરીદ કરારને તમામ ડિસ્કોમ શેર કરશે અને તે અલગથી વીજળી ખરીદવા માટે કોન્ટ્રાક્ટ પણ કરશે.

(સંકેત)