Site icon Revoi.in

દુશ્મનો પર કાળ બનીને ત્રાટકશે, ભારતે ‘પ્રલય’ મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ, 500 કિમી સુધીના લક્ષ્યાંકને નષ્ટ કરવા સક્ષમ

Social Share

નવી દિલ્હી: ભારતે બુધવારે સપાટીથી સપાટી પર પ્રહાર કરતી બેલિસ્ટિક મિસાઈલ ‘પ્રાયલ’નું (Pralay Missile) સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ મિસાઈલ 150 થી 500 કિમી સુધીના લક્ષ્યને નિશાન બનાવી શકે છે. ડીઆરડીઓના (DRDO) અધિકારીઓએ આ માહિતી આપી છે. આ પરીક્ષણ ઓડિશાના દરિયાકાંઠે કરવામાં આવ્યું છે. ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા વિકસિત સોલિડ-ફ્યુઅલ બેટલફિલ્ડ મિસાઈલ ભારતીય બેલિસ્ટિક મિસાઈલ (Ballistic missile) પ્રોગ્રામના પૃથ્વી ડિફેન્સ વ્હીકલ પર આધારિત છે.

ભારતના દુશ્મનોની હવે ખેર નથી. ભારતે હવે જમીનથી જમીન પર પ્રહાર કરતી શક્તિશાળી બેલિસ્ટિક મિસાઇલ ‘પ્રલય’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલ 150 થી 500 કિમી સુધીના લક્ષ્યને વીંધવાની ક્ષમતા ધરાવે છે. DRDOએ આ જાણકારી આપી છે. ઓડિશાના દરિયાકાંઠે આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

અબ્દુલ કલામ દ્વીપ પરથી સવારે 10.30 કલાકે આ મિસાઇલ છોડવામાં આવી હતી અને તે મિશનના તમામ લક્ષ્યોને વીંધવામાં સક્ષમ રહી હતી. ટ્રેકિંગ સાધનોની બેટકરી દરિયાકિનારે તેના પ્રક્ષેપણ પર નજર રાખે છે. પ્રલયએ 500-1000 કિગ્રાની પેલોડ ક્ષમતા સાથે ટૂંકી રેન્જની સપાટીથી સપાટી પર ત્રાટકતી મિસાઇલ છે. યુદ્વના મેદાનમાં દુશ્મનોનો ખાતમો બોલાવવા માટે તે ખૂબ જ ઉપયોગી છે.

પ્રલય એ એક શક્તિશાળી બેલિસ્ટિક મિસાઇલ છે જે ચીનની બેલિસ્ટિક મિસાઇલનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સામર્થ્ય ધરાવે છે. આ મિસાઇલની વિશિષ્ટતા એ છે કે તેને જમીનની સાથોસાથ કન્સટરમાંથી પણ ફાયર કરી શકાય છે. મિસાઇલને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે અન્ય શોર્ટ રેન્જ મિસાઇલ કરતાં ઘણી વધુ ઘાતક છે. તે પોતાના લક્ષ્યાંકને સટીક રીતે વીંધવાની અને નષ્ટ કરવાની કાબેલિયતથી સજ્જ છે.

અત્યારે જે રીતે સમયની માંગ છે તે રીતે આ મિસાઇલ દરેક પ્રકારના અદ્યતન સાધનોથી સજ્જ છે. ચીન અને પાકિસ્તાન જેવા દેશો પણ મિસાઇલોનું પરીક્ષણ કરી રહ્યાં છે ત્યારે ભારત માટે પણ તેનો મિસાઇલ કાર્યક્રમ વધુ મજબૂત બનાવવો અનિવાર્ય બની જાય છે.