- ભારતે અંતરમહાદ્વીપીય બેલિસ્ટિક મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ
- આ મિસાઇલ ચીનના દરેક શહેરને પણ બનાવી શકે છે ટાર્ગેટ
- આ મિસાઇલની રેન્જ 5000 કિલોમીટર છે
નવી દિલ્હી: ભારતની સૈન્ય ક્ષમતા ધીરે ધીરે વધુ મજબૂત બની રહી છે. એક તરફ ભારત રશિયા પાસેથી S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાની યોજના બનાવી રહી છે ત્યારે બીજી તરફ હવે અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ઓડિશાના ડૉ. એપીજે અબ્દુલ કલામ આઇલેન્ડ પરથી આ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે.
ભારતની આ અંતરમહાદ્વીપીય બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ-5નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મિસાઇલની રેન્જ 5000 કિલોમીટર છે. ભારત સરકારની જો કે નીતિ એવી છે કે પહેલા તે કોઇપણ હથિયારોનો ઉપયોગ નહીં કરે. એનો અર્થ એ થયો કે હાલમાં કરવામાં આવેલું પરીક્ષણ સૈન્ય ક્ષમતા અને શક્તિ વધારવા માટે જ છે. આ મિસાઇલ ખૂબ જ શક્તિશાળી છે જેનાથ એશિયાના અનેક શહેરોને પણ ટાર્ગેટ કરી શકાય છે.
જો કે ભારતના આ મિસાઇલ પરીક્ષણથી ચીન અકળાયું છે. જેનું કારણ એ છે કે આ મિસાઇલની રેન્જમાં સમગ્ર ચીન પણ આવી જાય છે. ચીનના દરેક શહેરને ધ્વસ્ત કરવાની તાકાત આ મિસાઇલ ધરાવે છે. ચીને એટલે નારાજગી વ્યક્ત કરી છે. રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન તેમજ ભારત ડાયનેમિક્સ લિમિટેડે સંયુક્તપણે બનાવી છે.
આ મિસાઇલનું વજન 50 હજાર કિલોગ્રામ છે અને આ 17.5 મીટર લાંબી છે. આનો વ્યાસ 2 મીટર એટલે કે 6.7 ફીટ છે. તેની ઉપર 1500 કિલોગ્રામ વજનનું પરમાણું હથિયાર પણ લગાવી શકાય છે. તેની સ્પીડ પણ 24 ગણી વધારે છે. એટલે કે એક સેકન્ડમાં 8.16 કિલોમીટરનું અંતર કાપવા માટે સક્ષમ છે. આ 29,401 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દુશ્મન પર હુમલો કરવા માટે સમર્થ છે.
અહીંયા મહત્વની વાત એ છે કે, જો ભારત આ મિસાઇલનો ઉપયોગ કરે તો તેના નિશાનમાં સમગ્ર એશિયા, યુરોપ અને આફ્રિકાના કેટલાક ભાગ પણ આવી જશે.