- પાકિસ્તાન અને ચીનની હવે ખેર નથી
- અમેરિકા પાસેથી પ્રીડેટર ડ્રોન ખરીદશે ભારત
- ભારત અમેરિકા પાસેથી 30 પ્રીડેટર ડ્રોન ખરીદે તેવી સંભાવના
નવી દિલ્હી: દુશ્મનોના છક્કા છોડાવવા માટે ભારતીય સૈન્ય પોતાના સામર્થ્યને સતત વધારી રહ્યું છે. ભારતની સૈન્ય ક્ષમતાને વધારવા માટે અમેરિકાથી 30 પ્રીડેટર ડ્રોન ખરીદવાને લઇને પીએમ મોદી વોશિંગ્ટનમાં ચાર ટોચની અમેરિકન કંપનીઓના સીઇઓ સાથે સશસ્ત્ર ડ્રોન નિર્માતા જનરલ એટૉમિક્સના પ્રમુખ સાથે મુલાકાત કરશે.
વોશિંગ્ટન સૂત્રો અનુસાર પીએમ મોદી તમામ ચાર સીઇઓ સાથે સામે-સામે મુલાકાત કરશે. આ તમામ એવી કંપનીઓના નેતૃત્વ કરી રહી છે. જે પોત-પોતાના ક્ષેત્રોમાં અગ્રણી છે. જનરલ એટોમિક્સના પ્રમુખ, ક્વાલકોમ સેમી-કંડકટર પ્રમુખ, બ્લેકરોક વૈશ્વિક રોકાણ કંપની, ફર્સ્ટ સોલાર અને એડોબના સીઇઓ સાથે મુલાકાત કરશે.
સૂત્રો પ્રમાણે ભારત સરકાર પોતાની સૈન્ય ક્ષમતાને વધારવા માટે ત્રણ અરબ ડૉલર ખર્ચ કરી 30 સશસ્ત્ર ડ્રોન ખરીદવાની યોજના બનાવી રહી છે. આ યોજના હેઠળ ભારતની ત્રણેય સેનાઓ માટે 10-10 એમક્યુ-9 રીપર ડ્રોન ખરીદવા જશે. અમેરિકા પાસેથી ડ્રોનની ખરીદી બાદ ભારતીય સેનાની તાકાત વધશે અને સીમા પર દુશ્મનો પર નજર રાખવામાં સરળતા રહેશે.
પ્રીડેટર ડ્રોનની વિશેષતા
પ્રીડેટર ડ્રોન (Predator Drones) ની ખાસિયતની વાત કરીએ તો આ ઘણી ખૂબીઓથી સજ્જ છે. આ ડ્રોન 9 હાર્ડ પોઇન્ટ સાથે આવે છે અને આ હવામાં લગભગ 27 કલાક સુધી ટકેલો રહે છે. આ ડ્રોન હવાથી જમીન પર માર કરનાર સેન્સર અને લેઝર નિર્દેશિત બોમ્બ લઇ જનાર ક્ષમતાની સજ્જ છે. તો બીજી તરફ UAV 50 હજાર ફૂટની ઉંચાઇ પર સંચાલિત હશે.