- ભારતીય સેનાનું સામર્થ્ય વધશે
- ભારતને ઑક્ટોબર-ડિસેમ્બર સુધીમાં રશિયાથી S-400 મિસાઇલ પ્રણાલી મળી જશે
- એસ 400 સપાટીથી હવામાં પ્રહાર કરનારી લાંબા અંતરની સૌથી ઉન્નત મિસાઇલ રક્ષા પ્રણાલી છે
નવી દિલ્હી: ભારતની સેનાનું સામર્થ્ય ટૂંક સમયમાં વધવા જઇ રહ્યું છે. ભારતને રશિયાની મિસાઇલ પ્રણાલી S-400નો પ્રથમ જથ્થો રશિયાથી આ વર્ષના ઑક્ટોબર ડિસેમ્બરમાં મળી જશે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર રશિયાના સરકારી શસ્ત્ર નિકાસકાર રોસોબોરોન એક્સપોર્ટના અધિકારીઓ પ્રમાણે ભારતને જમીનથી હવામાં માર કરનારા વિમાન ભેદી અત્યાધુનિક એસ 400 મિસાઇલ પ્રણાલીનો પહેલો જથ્થો રશિયાથી આ વર્ષના ઑક્ટોબર ડિસેમ્બરમાં મળી જશે.
એસ 400 મિસાઇલ પ્રણાલીનો પ્રથમ જથ્થો ભારતને આ વર્ષે ઑક્ટોબર-ડિસેમ્બરમાં મળી જશે. એસ 400 સપાટીથી હવામાં પ્રહાર કરનારી લાંબા અંતરની સૌથી ઉન્નત મિસાઇલ રક્ષા પ્રણાલી છે. ટ્રાયમ્ફ મિસાઇલ પ્રણાલી 400 કિલોમીટરના અંતરથી દુશ્મન વિમાનો, મિસાઇલો અને ત્યાં સુધી કે ડ્રોનને પણ નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.
નોંધનીય છે કે ભારતીય વિશેષજ્ઞ રશિયા પહોંચી ગયા છે અને તેઓએ જાન્યુઆરી 2021માં એસ 400 સંબંધી પ્રશિક્ષણ લેવાનું શરૂ કર્યું છે. ઑક્ટોબર 2018માં ભારતે રશિયાની સાથે 5 અરબ ડોલરમાં એસ 400 વાયુ રક્ષા મિસાઇલ પ્રણાલીના 5 એકમ ખરીદવાના કરાર કર્યા હતા.