Site icon Revoi.in

સંરક્ષણ ક્ષેત્રે ભારતની વધુ એક સિદ્વિ, હવે ન્યુક્લિયર મિસાઇલને ટ્રેક કરી શકતું જહાજ INS ધ્રુવ કરશે લૉન્ચ

Social Share

નવી દિલ્હી: ભારત સંરક્ષણ ક્ષેત્રે સતત આત્મનિર્ભર બની રહ્યું છે અને બીજા દેશોને પણ હંફાવી રહ્યું છે. હવે ભારત પોતાનું પ્રથમ સેટેલાઇટ અને ન્યુક્લિયર મિસાઇલ ટ્રેક કરવાની ક્ષમતા ધરાવતું જહાજ ધ્રુવ 10 સપ્ટેમ્બરે લૉન્ચ કરવા જઇ રહ્યું છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન તેમજ નેશનલ ટેક્નોલોજી રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની મદદથી હિંદુસ્તાન શિપયાર્ડમાં નિર્મિત જહાજ INS ધ્રુવનું લોન્ચિંગ નેશનલ સિક્યોરિટી એડવાઇઝ અજીત દોવાલના હસ્તે થાય તેવી સંભાવના છે.

અહેવાલ અનુસાર ન્યૂક્લિયર મિસાઇલ ટ્રેકિંગ શિપનું સંચાલન ભારતીય નૌસેનાના જવાનો તેમજ અધિકારીઓ સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ સાથે મળીને કરશે. આપને જણાવી દઇએ  આ પ્રકારના જહાજો હાલમાં માત્ર ફ્રાંસ, અમેરિકા, બ્રિટન, રશિયા અને ચીન પાસે જ છે. હવે ભારત પણ આ ક્લબમાં સામેલ થશે.

ભારતના કટ્ટર હરીફ એવા પાકિસ્તાન અને ચીન પાસે અલગ અલગ પ્રકારની ન્યુક્લિયર મિસાઈલ્સ છે ત્યારે જો કોઈ દુશ્મન દેશ ભારત પર મિસાઈલ લોન્ચ કરશે તો આ જહાજ તેને ટ્રેક કરવાનુ કામ કરશે. જેનાથી ભારતની ક્ષમતામાં વધારો થશે.

આ જહાજની વિશેષતા એ છે કે તેને અત્યાધુનિક રડારોથી સજ્જ કરાયું છે. જેનાથી તે ભારત પર નજર રાખી રહેલા દુશ્મનોના જાસૂસી સેટેલાઇટ્સને પણ ટ્રેક કરી શકશે.