જમ્મૂ કાશ્મીરના કઠુઆ નજીક ભારતીય સેનાનું હેલિકોપ્ટર થયું ક્રેશ, રેસ્ક્યૂ મિશન જારી
- જમ્મૂ કાશ્મીરના કઠુઆ નજીક ભારતીય સેનાનું હેલિકોપ્ટર થયું ક્રેશ
- ઘટના બાદ બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે
- હેલિકોપ્ટર ડેમમાં ક્રેશ થઇ ગયું હતું
નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરના કઠુઆ નજીક ભારતીય સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થઇ ગયું છે. પ્રાપ્ત જાણકારી અનુસાર રણજીત સાગર ડેમના સરોવરમાં આ હેલિકોપ્ટર ક્રેશ થયું છે. ઘટના બાદ બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે અને પરિસ્થિતિને પારખવામાં આવી રહી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, 3 ઓગસ્ટે સવારે લગભગ 10.20 વાગે ભારતીય સેનાનું હેલિકોપ્ટર 254 આર્મી AVN સ્કવાડ્રને મામુન કેન્ટથી ઉડાન ભરી હતી. હેલિકોપ્ટર ડેમ વિસ્તાર નજીક ઓછી ઉંચાઇનો રાઉન્ડ લઇ રહ્યા હતા જે બાદમાં તે ડેમમાં ક્રેશ થઇ ગયું હતું.
આ દુર્ઘટના બાદ હાલમાં NDRFની ટીમ તૈનાત કરી દેવાઇ છે અને રેસ્ક્યૂ મિશન જારી છે. કઠુઆ જિલ્લાના SSP RC કોતવાલ અનુસાર, ડાઇવર્સ તરફથી હવે સરોવરમાં સર્ચ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. હેલિકોપ્ટરમાં કેટલા લોકો હતા અને કેટલી હતાહત થઇ છે તેની જાણકારી પ્રાપ્ત થઇ નથી.
આ વર્ષની શરૂઆતમાં પણ જમ્મુમાં એક સેનાનુ હેલિકોપ્ટર ક્રેશ થયુ હતુ. ત્યારે તે હેલિકોપ્ટરમાં બે પાયલટ સવાર હતા. જેમાંથી એકનુ મોત નીપજ્યુ હતુ.