- કોરોના મહામારી દરમિયાન પણ ભારતના એવિએશન સેક્ટરે વૃદ્વિ નોંધાવી
- નાણાંકીય વર્ષ 2019-20માં ભારતમાં પેસેન્જર ટ્રાફિક 34.10 કરોડ હતો
- એપ્રિલ 2000થી માર્ચ 2020 સુધી ભારતીય એરપોર્ટ સેક્ટરમાં 20 હજાર કરોડ રૂપિયાની એફડીઆઇ આવી
નવી દિલ્હી: કોરોનાની મહામારી દરમિયાન પણ ભારતનું એવિએશન સેક્ટર સૌથી ઝડપી ગતિએ વૃદ્વિ નોંધાવતી ઇન્ડસ્ટ્રીઝ છે. વિશ્નના અન્ય દેશોમાં એવિએશન ઉદ્યોગ ઠપ થઇ ગયો છે પરંતુ ભારતનું એવિએશન સેક્ટર વર્ષ 2024માં પેસેન્જર બજારનાં હિસાબે બ્રિટનને પણ પાછળ રાખી દે તેવું મનાય છે.
નાણાંકીય વર્ષ 2019-20માં ભારતમાં પેસેન્જર ટ્રાફિક 34.10 કરોડ હતો, છેલ્લા 4 વર્ષમાં તે 11.30 ટકાનાં સીએજીઆરથી વધ્યો હતો, આ દરમિયાન સ્થાનિક યાત્રિકોનું ટ્રાફિક 27.45 કરોડ સુધી હતું. ઘરેલું ટ્રાફિકમાં વાર્ષિક 12.91 ટકાના દરે વૃદ્વિ થઇ, ભારતથી ઇન્ટરનેશનલ પેસેન્જર ટ્રાફિક 6.65 કરોડ હતો.
જો ફ્રેટ એટલે કે માલવાહન ટ્રાફિકની વાત કરવામાં આવે તો છેલ્લા 4 વર્ષમાં તે 5.32 ટકાનાં વાર્ષિક દરે વર્ષ 2019-20માં 33 લાખ ટન સુધી પહોંચી ગયું, ભારત સરકાર સતત એર ટ્રાફિક વધારવાનાં પ્રયાસો કરી રહી છે, માર્ચ 2019 સુધી ભારતમાં કુલ 103 એરપોર્ટ સંચાલિત થઇ રહ્યા હતાં, જેની સંખ્યા નાણાકિય વર્ષ 2039-40 સુધી 200 કરવાની યોજના છે.
આ રીતે સમગ્ર દૃષ્ટિએ જોઇએ તો વર્ષ 2027 સુધી એરપ્લેન્સની સંખ્યા વધીને 1100 સુધી પહોંચી શકે છે. સૌથી વધુ 250 એરો પ્લેન ઇન્ડિગોની પાસે છે, અને કોવિડ પહેલા જાન્યુઆરીમાં તે દરેક દિવસે અંદાજે 1500 ઉડાનોનું સંચાલન કરી રહી હતી, એક અનુમાન અનુસાર વર્ષ 2038 સુધી ભારતને અંદાજે 2400 કોમર્શિયલ પ્લેનની જરૂર પડશે.
એપ્રિલ 2000થી માર્ચ 2020 સુધી ભારતીય એરપોર્ટ સેક્ટરમાં લગભગ 2.75 અબજ ડોલર (લગભગ 20 હજાર કરોડ રૂપિયા)ની એફડીઆઇ આવી, સરકારે આ સેક્ટરમાં 100 એફડીઆઇ લાવવાની મંજુરી આપી દીદી છે.
(સંકેત)