Site icon Revoi.in

કોરોનાની સારવાર માટે હવે લૉન્ચ થયું એન્ટિબોડી કોકટેલ, 1 ડોઝની કિંમત રૂ.60,000

Social Share

નવી દિલ્હી: ભારતમાં હવે કોરોના સામેની લડતમાં વધુ એક હથિયાર એન્ટિબોડી કોકટેલ આવી ગયું છે. અગ્રણી ફાર્મા કંપની Roche India Pharma અને Ciplaએ ભારતમાં એન્ટિબોડી કોકટેલ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તેના એક ડોઝની કિંમત 59,750 રૂપિયા છે અને કોવિડથી વધુ ખરાબ હાલત ધરાવતા દર્દીઓની સારવાર માટે તે છે.

એન્ટિબોડી કોકટેલની પ્રથમ બેચ ભારતમાં ઉપલબ્ધ છે તેવું સિપ્લા અને રોશેએ સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું. જ્યારે બીજી બેચ જૂનના મધ્યભાગમાં ઉપલબ્ધ બનશે. કુલ 2 લાખ દર્દીઓની સારવાર કરી શકાય તેટલો ડોઝ ઉપલબ્ધ કરવાની તૈયારી છે.

સિપ્લા આ ડ્રગનું વિતરણ સમગ્ર દેશમાં તેની મજબૂત વિતરણ ક્ષમતાની મદદથી કરશે. નિવેદન મુજબ દર્દી માટે એક ડોઝની કિંમત 59,750 રૂપિયા થશે જેમાં તમામ ટેક્સનો સમાવેશ થાય છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આ દવા મોટી હોસ્પિટલો અને કોવિડ સારવાર કેન્દ્રો દ્વારા પણ ઉપલબ્ધ થશે.

દેશમાં કોરોના બીમારીના ઇલાજ માટે અનેક દવાઓ આવી રહી છે. તેમાં થોડાક દિવસો પહેલા DRDOમની 2DG દવાને પણ ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી હતી. DRDOની દેશી દવા 2DG હવે સારી અસર બતાવી રહી છે. આ જ કારણ છે કે હાલમાં દવાની માંગમાં પણ ઉછાળો જોવા મળ્યો છે.

આ દવા 10 હજાર સેચેટ્સથી શરૂ કરવામાં આવી છે જે પછી તેની બીજી બેચ મેના અંત સુધીમાં આવવાની સંભાવના છે. કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને હવે સરકાર 2DG ડ્રગનું ઉત્પાદન વધારવા માટે ત્રણથી ચાર કંપનીઓને મંજૂરી આપવાનું વિચારી રહી છે.