Site icon Revoi.in

અમેરિકામાં ભારતીય વસ્તુઓની બોલબાલા, ભારતમાંથી અમેરિકા થતી નિકાસમાં ઉછાળો

Social Share

નવી દિલ્હી: ભારત હવે નિકાસની દૃષ્ટિએ વિશ્વમાં આગવા સ્થાન પર પહોંચી ચૂક્યું છે. છેલ્લા ચાર માસથી ભારતમાંથી અમેરિકા ખાતે થતી નિકાસમાં સતત વધારો થઇ રહ્યો છે. જે જોતા એમ કહી શકાય કે અમેરિકામાં ભારતીય વસ્તુઓની માંગ સતત વધી રહી છે.

હાલમાં ઉપલબ્ધ ડેટા અનુસાર, ગત ડિસેમ્બર માસ દરમિયાન ગત વર્ષની તુલનાએ નિકાસમાં 14.2 ટકાની વૃદ્વિ જોવા મળી હતી. જો કે, મહામારીના પગલે ગત વર્ષે એપ્રિલથી ઑગસ્ટ સુધી અમેરિકા ખાતે થયેલી નિકાસમાં ઘટાડો નોંધાયો હતો.

આ પ્રતિકૂળતાના કારણે ચાલુ નાણાંકીય વર્ષમાં એપ્રિલથી ડિસેમ્બરના સમયગાળા દરમિયાન ગત વર્ષના સમાન સમયની તુલનાએ અમેરિકા ખાતે થતી નિકાસમાં 11.3 ટકાનો ઘટાડો થયો હતો. આ સમયગાળા દરમિયાન અમેરિકાથી થતી આયાતમાંપણ 20.1 ટકાનો ઘટાડો જોવાયો હતો.

સૂચિત સમયગાળા દરમિયાન ભારતે અમેરિકા ખાતે 51.19 અબજ ડોલર (અંદાજે રૂ. 3.69 લાખ કરોડ) મુલ્યની નિકાસ કરી હતી. જ્યારે 27.39 અબજ ડોલર મુલ્યની આયાત કરી હતી.

ગત ડિસેમ્બર માસ દરમિયાન ભારતે અમરિકા ખાતે 4.89 અબજ ડોલર (અંદાજે રૂ. 35,208 કરોડ) મુલ્યની નિકાસ કરી હતી. જે ડિસે. 2019 દરમિયાન 4.28 અબજ ડોલરની હતી. જ્યારે ગત ડિસેમ્બરમાં આયાત મુલ્ય 2.78 અબજ ડોલર રહ્યું હતું. જે ડિસેમ્બર’19ની તુલનાએ 7.4 ટકા ઓછું હતું.

(સંકેત)