- ભારતીય રેલવેએ ઇતિહાસ રચ્યો
- પ્રથમવાર ચોકલેટ-નૂડલ્સ AC કોચમાં મોકલાયા
- બંને વસ્તુ ગોવાથી દિલ્હી મોકલાયા
નવી દિલ્હી: ભારતીય રેલવેએ ઇતિહાસ રચ્યો છે. પ્રથમવાર AC બોગીથી ચોકલેટ અને નૂડલ્સનું પરિવહન કરવામાં આવ્યું છે. દક્ષિણ પશ્વિમ રેલવે, હુબલી ડિવિઝને શુક્રવારે ચોકલેટ અને અન્ય ખાદ્ય ઉત્પાદનોના પરિવહન માટે નિષ્ક્રિય એસી કોચનો ઉપયોગ કર્યો હતો.
પ્રાપ્ત જાણકારી અનુસાર, ગોવાના વાસ્કો ડી ગામાથી દિલ્હીના ઓખલા સુધી 18 એસી કોચમાં 163 ટન વજનની ચોકલેટ અને નૂડલ્સ લોડ કરવામાં આવી હતી. તે AVG લોજિસ્ટિક્સની ખેપ હતી. આ એસી પાર્સલ એક્સપ્રેસ ટ્રેન 2115 કિલોમીટરનું અંતર કાપશે અને શનિવારે દિલ્હી પહોંચે તેવી અપેક્ષા છે.
Innovation that turned Train Sweet:
For the 1 st time in SWR,idle ICF AC 2-Tier&3-Tier coaches used for Reefer Express of chocolate.
This timetabled parcel Express of 18 AC coaches , carrying 163 tonnes, left from Vasco today to Okhla,Delhi(2168 Km) @drmubl #HungryForCargo pic.twitter.com/7hmf7cPjSW— South Western Railway (@SWRRLY) October 8, 2021
એસી ટ્રેનો દ્વારા ચોકલેટના ટ્રાન્સપોર્ટેશનથી રેલવેએ લગભગ 12.83 લાખ રૂપિયાની આવક મેળવી છે. હુબલી ડિવિઝનના બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ (BDU) ના માર્કેટિંગ પ્રયાસો સાથે, ટ્રાફિકનો આ નવો પ્રવાહ રેલવે દ્વારા પકડાયો છે, જે અત્યાર સુધી પરંપરાગત રીતે રોડ દ્વારા પરિવહન થતું હતું.
ઓક્ટોબર 2020 થી હુબલી ડિવિઝનની માસિક પાર્સલ કમાણી 1 કરોડ રૂપિયાને પાર કરી રહી છે. સપ્ટેમ્બર 2021 દરમિયાન હુબલી ડિવિઝનની પાર્સલ કમાણી 1.58 કરોડ રૂપિયા છે.