Site icon Revoi.in

ઇન્ડિયન સ્પેસ એસોસિએશનનો પીએમ મોદીએ કર્યો શુભારંભ, કહ્યું – આપણું અવકાશ ક્ષેત્ર 130 કરોડ દેશવાસીઓની પ્રગતિનું માધ્યમ

Social Share

નવી દિલ્હી: ભારત હવે અવકાશ ક્ષેત્રે વધુને વધુ સિદ્વિ હાંસલ કરી રહ્યું છે. વર્તમાન સમયમાં અવકાશ ક્ષેત્રે અનેકવિધ સુધારા પણ આકાર લઇ રહ્યાં છે ત્યારે પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઇન્ડિયન સ્પેસ એસોસિએશનનો શુભારંભ કર્યો. શુભારંભ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, એર ઇન્ડિયા પર પર સરકારે મોટો નિર્ણય લીધો છે. જ્યાં જરૂર નથી ત્યાં સરકાર નિયંત્રણ ખતમ કરાશે. હું ઇન્ડિયા સ્પેસ એસોસિએશનની રચના બદલ તમને બધાને શુભેચ્છા પાઠવું છું.

આ દરમિયાન વડાપ્રધાને સ્પેસ રિફોર્મ્સ અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, સ્પેસ રિફોર્મ્સના ચાર સ્તંભ છે. સ્પેસ સેક્ટર અને સ્પેસ ટેકને લઇને વર્તમાનમાં દેશમાં જે મોટા સુધારા થઇ રહ્યા છે તે તેની જ એક કડી છે. ખાનગી સેક્ટરને ઇનોવેશનની છૂટ, એનેબલર તરીકે સરકારની ભૂમિકા, ભાવિ માટે યુવાઓને તૈયાર કરવા અને સામાન્ય પ્રજા માટે સ્પેસ સેક્ટરને વિકાસ તરીકે જોવું પ્રાધાન્ય છે.

આપણું અવકાશ ક્ષેત્ર 130 કરોડ દેશવાસીઓની પ્રગતિનું એક મોટું માધ્યમ છે. આપણા માટે અવકાશ ક્ષેત્ર એટલે કે સામાન્ય માણસ માટે સારું મેપિંગ, ઇમેજિંગ તેમજ કનેક્ટિવીટીની સુવિધા તેમજ ઉદ્યોગસાહસિકો માટે શિપમેન્ટથી લઇને ડિલિવરી સુધી ઉચ્ચ સ્પીડ છે.

આ દરમિયાન તેઓએ જય પ્રકાશ નારાયણ અને નાનાજી દેશમુખનું સ્મરણ કરતા કહ્યું હતું કે, દેશના બે મહાન સપૂત ભાર રત્ન જયપ્રકાશ નારાયણ અને ભારત રત્ન નાનાજી દેશમુખની આજે જયંતિ છે. સ્વતંત્રતા બાદ આ બંને મહાપુરુષોએ દેશને દિશા આપવામાં મહત્વની ભૂમિકા ભજવી. તેમનું જીવન દર્શન હંમેશા આપને પ્રેરણારૂપ રહેશે.