Site icon Revoi.in

દેશમાં IRCTC લોન્ચ કરશે પહેલી લક્ઝરી ક્રૂઝ લાઇનર, આ સુવિધાઓથી હશે સજ્જ

Social Share

નવી દિલ્હી: IRCTC યાત્રીઓને વધુને વધુ સુવિધાઓ પૂરી પાડવા માટે હંમેશા પ્રતિબદ્વ રહે છે. હવે IRCTC દેશમાં પ્રથમવાર લક્ઝરી ક્રૂઝ લાઇનર શરૂ કરવા જઇ રહી છે. આ ક્રૂઝની બુકિંગ 18 સપ્ટેમ્બરથી શરૂ થશે. ભારતીય રેલવે આ પ્રકારની સેવા લઇને પ્રથમ વાર આવી રહી છે.

IRCTC આ સેવા ઇન્ડીજિનસ ક્રૂઝ એટલે કે દેશની અંદર ચાલનાર ક્રૂઝથી શરૂ કરવા જઇ રહી છે. આના માટે IRCTCએ પ્રાઇવેટ કંપની કોર્ડેલિયા ક્રૂઝેઝ સાથે કરાર કર્યા છે.

આ ક્રૂઝને બુક કરવા માટે આઇઆરસીટીસીની વેબસાઇટ www.irctctourism.com પર જવાનું રહેશે.

આ ક્રૂઝ લાઇનરથી પર્યટકો દેશના પ્રખ્યાત સ્થળો જેવા કે ગોવા, દિવ, લક્ષદ્વીપ, કોચી અને શ્રીલંકાના ટૂરિસ્ટ પ્લેસનું ભ્રમણ કરી શકશે. આના પહેલા તબક્કામાં આ ક્રૂઝ લાઇનર પોતાના બેઝ સ્ટેશનથી મુંબઇથી રવાના થશે.

આ ક્રૂઝમાં રેસ્ટોરંટ, સ્વીમિંગ પુલ, બાર, ઓપન સિનેમા, થિએટર, કિડ્સ એરિયા અને જીમ જેવી સુવિધાઓ પણ હશે. ક્રૂઝમાં યાત્રા દરમિયાન કોરોના પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. ક્રૂઝમાં એજ લોકો યાત્રા કરી શક્શે જે લોકો ફુલ્લી વેક્સિનેટ હશે. મેડિકલની તમામ જરૂરી સુવિધાઓ પણ ક્રૂઝ પર ઉપલબ્ધ હશે.