Site icon Revoi.in

આ વર્ષે પણ કોરોના મહામારીને કારણે કૈલાશ માનસરોવરની યાત્રા થવી મુશ્કેલ, પરંતુ આ રીતે હવે ચીન પર નિર્ભરતા ઓછી થશે

Social Share

નવી દિલ્હી: દર વર્ષે વિશ્વ પ્રસિદ્વ માનસરોવરની યાત્રા માટે લાખો શ્રદ્વાળુઓ દર્શનાર્થે આવે છે. પરંતુ આ વખતે કોરોના મહામારીને કારણે વિશ્વ પ્રસિદ્વ માનસરોવરની યાત્રા નહીં થઇ શકે.

કોરોનાના કારણે માનસરોવર યાત્રા નહીં થઇ શકે. તેવામાં કુમાઉ મંડલ વિકાસ નિગમ હવે બીજો પ્લાન તૈયાર કરી રહ્યું છે. આ પ્લાન મુજબ કૈલાશ યાત્રા શરૂ કરવામાં આવશે. જેથી ધાર્મિક યાત્રાઓ પર ભારતની ચીન પરની નિર્ભરતા પૂરી રીતે ખતમ થઇ જશે.

વર્ષ 1981માં કૈલાશ માનસરોવર યાત્રા જારી રહી, પરંતુ કોરોના સંકટે દુનિયાની સૌથી મોટી ધાર્મિક યાત્રા પર બ્રેક માર્યો છે. હગત વર્ષની જેમ આ વર્ષે પણ યાત્રાનું આયોજન શક્ય નથી લાગી રહ્યું. આ વખતે ન તો વિદેશ મંત્રાલયના સ્તર પર કે ન તો કુમાઉ મંડલ વિકાસ નિગમે આ યાત્રાને લઇને કોઇ પહેલ કરી છે. તેવામાં એં નક્કી મનાઇ રહ્યું છે કે પ્રથમવાર સતત 2 વર્ષો સુધી માનસરોવર યાત્રા નહીં થાય.

કુમાઉ મંડળ વિકાસ નિગમના અધ્યક્ષ કેદાર જોશીનું કહેવું છે કે તેમનો પૂરો પ્રયાસ છે કે આ વર્ષે આદિ કૈલાશ યાત્રાને વ્યાપર સ્તર પર આયોજિત કરી શકાય. આ યાત્રાની શરુ થવાથી જ્યાં એક વિશ્વ વિખ્યાત ધાર્મિક પર્યટનનો ટ્રેક વિકસિત થશે. ત્યાં ચીન અને નેપાળને અડેલા વિસ્તારોને ઓળખ પણ મળશે.

હકિકતમાં કૈલાશ પર્વત અને માનસરોવર તળાવ તિબ્બતમાં હોવાના કારણે યાત્રાને લઈને ભારતની નિર્ભરતા ચીનપર છે. તેવામાં હવે કુમાઉ મંડળ વિકાસ નિગમ વગેરે કૈલાશ પર્વત શરુ કરવાનો પ્લાન બનાવી રહ્યું છે. આદિ કૈલાશનો સંપૂર્ણ વિસ્તાર ભારતીય સીમામાં છે. એટલું જ નહીં આદિ કૈલાશમાં કૈલાશ પર્વતની સાથે પાર્વતી તળાવ પણ હાજર છે. જયારે ઉં પર્વત પણ અહીં હાજર છે.

માનસરોવર યાત્રામાં પ્રવાસીઓની સંખ્યા ફિક્સ રહેતી હતી. જ્યારે આદિ કૈલાશમાં જેટલી મરજી હોય તેટલા તીર્થ યાત્રીઓ જઈ શકે છે. એટલું જ નહીં ચાઈના બોર્ડરને જોડનારા લિપુલેખ રોડ બનાવવાના કારણે આ રસ્તો સરળ બની ગયો છે. કેએમવીએન જો આદિ કૈલાશ યાત્રા શરુ કરે છે તો તે પોતાને નુકસાનથી બહાર લાવવામાં  સફળ રહેશે.

(સંકેત)